1. Home
  2. ગુજરાતી
  3. ક્રિસિલનો રિપોર્ટ, RBI વ્યાજદરમાં વધારો કરી શકે છે
ક્રિસિલનો રિપોર્ટ, RBI વ્યાજદરમાં વધારો કરી શકે છે

ક્રિસિલનો રિપોર્ટ, RBI વ્યાજદરમાં વધારો કરી શકે છે

0
Social Share
  • RBI વ્યાજદરોમાં વધારો કરી શકે છે
  • ક્રિસિલ રિસર્ચે તેના રિપોર્ટમાં આ અંદાજ લગાવ્યો છે
  • રેટમાં 25 bpsની વૃદ્વિ કરી શકે RBI

નવી દિલ્હી: RBI નાણાકીય વર્ષ 2022ના અંતમાં મુખ્ય દરોમાં 25 બેસીસ પોઇન્ટનો વધારો કરી શકે છે. ક્રિસિલ રિસર્ચે તેના એક રિપોર્ટમાં આ અંદાજ લગાવ્યો છે. મોનેટરી પોલિસી સમિતિના સભ્યોની બેઠક બાબતે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સરળ મોનેટરી નીતિ વ્યવસ્થા લાંબા દિવસ સુધી નહીં ચાલી શકે. અમે આશા રાખીએ છીએ કે RBI આ નાણાકીય વર્ષના અંત સુધીમાં વધુ સારું અનુમાન આપશે અને રેટમાં 25 bpsની વૃદ્વિ કરશે.

આ નિર્ણયમાં ફુગાવો મુખ્ય પરિબળ બનશે, અન્ય પરિબળો જેમ કે મુખ્યત્વે સ્થાનિક માંગ અને અન્ય મુખ્ય કેન્દ્રીય બેંકો દ્વારા પલિસી નોર્મલાઇઝેશન પણ મહત્વનું રહેશે. રિઝર્વ બેંક કેન્દ્રીય બેંકોમાંની એક એવી બેંક છે જે મહામારી સામે લડવાના પ્રોત્સાહનમાં વર્ષ દરમિયાન આવેલા ઘટાડાને વધારવા તરફ પ્રયાસરત છે.

આ સમયે બ્રાઝીલ,રશિયા,તુર્કી અને કેનેડામાં કેન્દ્રીય બેંકો અગાઉથી જ ફુગાવાથી પ્રભાવિત થઇને નીતિગત દરોમાં ઘટાડો અથવા વધારો કરી ચુક્યા છે. ફુગાવાની પ્રકૃતિ, તેના પ્રત્યે સહિષ્ણુતા સાથે, આ વર્ષે કેન્દ્રીય બેન્કની કાર્યવાહીને પરિભાષિત કરવામાં આવી છે.

હાલ વૈશ્વિક બજારોમાં એક અસહજ શાંતિ સ્થપાયેલ છે. આ એટલા માટે કે મુખ્ય અર્થવ્યસ્થાઓની કેન્દ્રીય બેંકોએ વિકાસને પ્રોત્સાહન આપવા માટે સરળ મોનેટરી પોલિસીનું પાલન કરવાનું જારી રાખ્યું છે જેથી ફુગાવામાં ઝડપથી વૃદ્ધિ નોંધાઈ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code