ગુજરાતઃ નવી સ્ક્રેપ પોલિસીને પગલે 21 લાખથી વધારે વાહનો ભંગારમાં ફેરવાશે
અમદાવાદઃ દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા નવી સ્ક્રેપ પોલિસી તૈયાર કરવામાં આવી છે અને 1લી ઓક્ટોબરથી તેનો અમલ શરૂ કરવામાં આવશે. જેથી ગુજરાતમાં લગભગ 21 લાખ જેટલા થ્રી વ્હિલર અને ફોર વ્હીલર ફંગારમાં ફેરવાઈ જશે. એચવું જ નહીં રાજ્ય સરકારના પણ 13 હજાર જેટલા વાહનો 15 વર્ષ જૂના હોવાથી તેને ભંગારમાં કાઢવાની નોબત આવશે.
કેન્દ્ર સરકારની નવી સ્ક્રેપ પોલિસીને પગલે ગુજરાત આરટીઓએ ડેટા એકત્ર કરવાની કામગીરી શરૂ કકવામાં આવી હતી. કેન્દ્ર સરકારની સ્ક્રેપ પોલિસી હેઠળ જે વાહનોને ભંગારમાં લઈ જવાશે એ વાહનોની આવરદા 15 વર્ષ કે વધારે હોય એ ધારાધોરણ રખાયું છે. આ સંજોગોમાં જેમનાં વાહન 15 વર્ષ જૂનાં હોય તેમણે પોતાનાં વાહનોને ભંગારમાં જવા દેવાની તૈયારી રાખવી પડશે. આ સિવાય ફિટનેસ ટેસ્ટમાં નાપાસ થનારા વાહનોને પણ સ્ક્રેપ કરવાની ફરજ પાડવામાં આવશે.
રાજ્યમાં ટ્રક, ટ્રેઈલર મળીને 35 લાખ જેટલા વાહનો ભંગારમાં ફેરવાની શકયતાઓ જોવા મળી રહી છે. દરમિયાન સીએમ રૂપાણીની સરકાર સાણંદ, વિરમગામ, માંડલ, બેચરાજી અને સાવલી જેવા ઓટોમોબાઇલ સેઝમાં સ્કેપ વ્હીકલ યાર્ડ બનાવશે અને આ સ્ક્રેપ યાર્ડમાં વાહનોનો નિકાલ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પોલિસીમાં ટેકનોલોજીના ઉપયોગથી વાહનો તોડવા તેમજ વાહનોના પાર્ટસનો પુન:ઉપયોગ કરવાને લઈને ભાર મૂકવામાં આવ્યો છે. ભારતમાં હાલમાં જૂનાં વાહનોના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ વ્યવસ્થા ગોઠવવા માટે પ્રયત્નશીલ છે. માટે નવી પોલિસી જાહેરાત કરાતાં રોજગારીની પણ નવી તકો ઉભી થશે એવો સરકાર દ્વારા દાવો કરાઈ રહ્યો છે.