જાણો આ ‘કબાબ ચીની’ નામની વસ્તુ વિશે – શું છે અને તેનું સેવન કઈ રીતે આપણાને કરે છે ફાયદો
- કબાબ ચીની શરદી ઉઘરસમાં રાહત આપે છે
કબાબ ચીની એક પ્રકારનો તેજાનો 
સામાન્ય રીતે ઘણા લોકોને નાકમાંથી પાણી પળવાની સમસ્યા હોય છે અથવા તો રોજ સવારે શરદી થવી તથા કોી પમ એલર્જી હોવાથી ખાસી થવી આવી અનેક સમસ્યાઓ જોવા મળે છએ, આમ તો આપણે આ સમસ્યાની સારવાર ઘરના મરી માલાથી કરતા હોઈએ છીએ, ત્યારે આજે પણ એક આવાજ તેજાનાની વાત કરીશું. જે ખાસી અને શરદીમાં સર્વે શ્રેષ્ઠ ગણવામાં આવે છે, જેનું નામ છે કબાબ ચીની, જી હા આ ચીની કબાબ બરાબર તીખા મરીને મળતા દાણા હોય છે. તમે છેટેથી બહુ નીરખીને ના જોઓં તો તમને એમ લાગે કે આ તો તીખા મરી જ છે,જો કે તેનો સ્વાદ લેતા ખબર પડે છે કે આમા તિખાશ તો છે જ નહી અને આ ચીની કબાબ દેશી ઔષધિ વેચતા લોકો પાસથી મળી રહે છે.
કબાબ ચીની ની કિંમત એલસી ચમાન જોવા મળે છે અંદાજે 2 હજાર રુપિયે કિલો મળતો તેજાનો છે, જો કે આપણે તેનો સાવ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરીએ એટલે આપણાને તે મોઁધુ પડશે નહી. તો ચાલો જાણીએ આ કબાબ ચીનીના ઉપયોગ તથા ફાયદાઓ શું છે.
જાણો કબાબ ચીનીથી થતા અનેક ફાયદાઓ
- જેને ખૂબજ શરદીનું પ્રમાણ રહેતું હોય તેવા લોકોએ 10 થી 12 કબાબ ચીનીના દાણા રાત્રે પાણીમાં પલાળઈ દેવા ,અને સવારે જાગીને તે પાણઈને હાથ વળે મસળી જેવું જેથી તે દાણા અમૂક નરમ પડી જશે હવે આ પાણીને પી જવું, એક મહિના સુધી આમ કરવાથી શરદીમામં ફાયદો થોય છે.
 - આ પાણીનું સેવન કરવાથી નાકમાંથી વગર શરદીએ જે પાણી પડતું હોય છે તેમાં પણ રાહત મળે છે.
 - જે લોકોને ખૂબ જ શરદી કે તાવ હોય તો કબાબ ચીનીમાંથી બનાવેલો ઉકાળો પી શકો છો. કબાબ ચીનીનો ઉકાળો બનાવવા માટે, કબાબ ખાંડનો પાવડર બનાવો, હવે તેને બે કપ પાણીમાં ઉકાળો, હવે તેમાં આદુ, તજ, લીંબુ, મધ નાખીને પીવો જેનાથઈ શરદી ચોક્કસ મટે છે.
 - કબાબ ચીની માથાના દુખાવા માટે પણ ઉત્તમ ગણાય છે, કબાબ ચીનીમાં બળતરા વિરોધી ગુણધર્મો છે, તેનો ઉપયોગ માથાનો દુખાવો દૂર કરવા માટે ઉપાયમાં થઈ શકે છે. જે લોકોને માઈગ્રેનની સમસ્યા છે તેઓ કબાબ ચીનીનો પણ ઉપયોગ કરવો જોઈએ,માથા પર લાગી પણ શકો છો અને તેનું સવેન પણ કરી શકો છો.
 - આ સાથે જ મોઢામાંથી આવતી દુર્ગંધમાં પણ કબાબ ચીની મહત્વનો ભાગ ભજવે છે,જો તમે મોંની દુર્ગંધ દૂર કરવી હોય તો કબાબચીનીનો ઉપયોગ કરી શકો છે. કબાબ ચીનીનો ચોથા ભાગની ચમચી જેટલો પાવર લઈને એક કપ પાણીમાં તજ સાથે પલાળી દો હવે આ પાણીથી કોગળા કરો, અને થોડી વાર પાણીને મોઢામાં રાખી મૂકો આમ કરવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે.
 - કબાબ ચીનીના પાવડર વડે દાંત ઘસવાથી દાતં મજબૂત બનવાની સાથે સાથે પેઢાનો તથા દાંતનો દૂખાવો મટે છે.
 - કબાબ ચીનીનું સવેન ખાંસી, તાવ મટાડવામાં ખૂબ જ ઉપયોગી ગણાય છે, ઉધરસ દૂર કરવા માટે, તમારે મધ અને કબાબ ખાંડના પાવડર સાથે મિશ્રિત નવશેકું પાણી પીવું જોઈએ.
 - આ સાથે જ જે લોકોને બ્રોન્કાઇટિસની સમસ્યા હોય તો પણ જો તમે તજ સાથે કબાબ ખાંડ મિક્સ કરીને તેનો ઉકાળો પીશો તો ખૂબ આરામ મળશે
 
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

