
- ચીન સતત વધારી રહ્યું છે તેની પહોંચી
- હવે મ્યાનમાર થકી બંગાળની ખાડી સુધી પહોંચ વિસ્તારી
- ચીન હવે ભારતના પ્રભાવ ધરાવતા વિસ્તારોમાં પહોંચ વધારી રહ્યું છે
નવી દિલ્હી: ચીન પોતાની વિસ્તારવાદની નીતિને કારણે સમગ્ર વિશ્વમાં કુખ્યાત છે અને કોઇને કોઇ રીતે તે ભારતને ઘેરવા માટે અનેક હરકતો કરતું હોય છે. હવે ચીને ભારતના પ્રભાવ ધરાવતા હિંદ મહાસાગર ક્ષેત્ર સુધી પોતાની પહેલી ટ્રેન દોડાવી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ચીનનો સામાન લઇને આ ટ્રેન મ્યાનમાર સરહદથી છેક પશ્વિમ ચીનના બિઝનેસ હબ ગણાતા ચેંગદુ સુધી પહોંચી છે. આ રેલ અને રોડ લાઇનની મદદથી હવે ચીનની પહોંચ બંગાળની ખાડી સુધી વિસ્તરી છે.
ચીન મીડિયા અનુસાર સામાનને ચાઇના-મ્યાનમાર પેસેજ તરીકે ઓળખાતા રૂટ પરથી 27 ઓગસ્ટે ચેંગદુ પોર્ટ સુધી લાવવામાં આવ્યો છે. આ ટ્રાન્સપોર્ટ કોરિડોરમાં પહેલા સિંગાપોરથી ચીનનો સામાન આંદામન સમુદ્ર થઇને માલવાહક જહાજ થકી મ્યાનમારના યૂંગન પોર્ટ પર પહોંચ્યો હતો.
એ પછી સામાનને રેલવે થકી ચેંગદૂ લઈ જવામાં આવ્યો હતો. આમ ચીન હવે સિંગાપુરથી મ્યાનમારના રસ્તા પર પણ જોડાયુ છે. હિન્દ મહાસાગર સાથે દક્ષિણ પશ્ચિમ ચીનને કનેક્ટ કરવા માટે આ સૌથી આસાન રૂટ છે. ચીનનુ કહેવુ છે કે, આ રસ્તા પરથી થતી મુસાફરીમાં 20 થી 22 દિવસ ઓછા લાગી રહ્યા છે.
ચીન મ્યાનમારના વધુ એક પોર્ટથી પોતાના શહેર યૂનાન સુધી એક બીજી રેલવે લાઈન પણ નાંખવા માંગે છે. જોકે મ્યાનમારમાં આંતરિક અશાંતિના કારણે આ યોજનામાં વિલંબ થઈ રહ્યો છે. ચીન પાકિસ્તાનના ગ્વાદર પોર્ટને ડેવલપ કરીને પણ હિન્દ મહાસાગર સાથે જોડાવાની યોજના પર પહેલેથી જ કામ કરી રહ્યુ છે.
મ્યાનમારની બોર્ડરથી ચીનના ચેંગદૂ શહેર સુધી ટ્રેનને પહોંચવામાં માત્ર 3 દિવસનો સમય લાગે છે. હાલમાં ચીનની રેલવે લાઈના મ્યાનમાર સીમા સુધી આવીને ખતમ થઈ જાય છે. જેને ચીન યંગૂન પોર્ટ સુધી વિસ્તારવા માંગે છે.