1. Home
  2. ગુજરાતી
  3. બિગબોસ વિનર રુબિના દિલૈક કરશે બોલિવૂડમાં એન્ટ્રીઃ ‘અર્ઘ’ ફિલ્મની જાહેરાત કરતા કહ્યું,  ‘એક નવી શરુઆત’
બિગબોસ વિનર રુબિના દિલૈક કરશે બોલિવૂડમાં એન્ટ્રીઃ ‘અર્ઘ’ ફિલ્મની જાહેરાત કરતા કહ્યું,  ‘એક નવી શરુઆત’

બિગબોસ વિનર રુબિના દિલૈક કરશે બોલિવૂડમાં એન્ટ્રીઃ ‘અર્ઘ’ ફિલ્મની જાહેરાત કરતા કહ્યું,  ‘એક નવી શરુઆત’

0
Social Share
  • રુબિના દિલૈક કરશે બોલિવૂડમાં એન્ટ્રી
  • ‘અર્ઘ’ ફિલ્મથી કરશે પ્રવેશ

મુંબઈઃ- રુબિના દિલૈક આ નામ કોઈની ઓળખનું મોહતાઝ નથી, બિગબોસ સિઢન 14નો ખિતાબ પોતાના નામે કરીને તેણે પોતાની એક આગવી ઓળખ બનાવી લીઘી છે, તેના લાખો ફેન્સ જોવા મળે છે, ત્યારે હવે તે બોલિવૂડમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં જોવા મળી રહી છે.

ટીવી અભિનેત્રી રૂબીના દિલૈક બોલીવુડમાં આગામી ફિલ્મ ‘અર્ધ’થી ડેબ્યૂ કરવા જઈ રહી છે. રૂબીનાએ પોતે આ ફિલ્મનું પહેલું પોસ્ટર શેર કરીને આ માહિતી તેના ચાહકો સાથે શેર કરી છે.

રુબિનાએ પોતાના ઈન્સ્ટ્રાગ્રામ અકાઉન્ટ પર ફિલ્મ અર્ઘનું પ્રથમ પોસ્ટર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, એક નવી શરુઆત

https://www.instagram.com/rubinadilaik/?utm_source=ig_embed&ig_rid=0d06cf20-9302-4018-b38f-5243b114b255

ફિલ્મના પોસ્ટરમાં રૂબીનાનો ચહેરો જોવા નથી મળી રહ્યો, પરંતુ લાગે છે કે ફિલ્મમાં તેનું પાત્ર જબરદસ્ત અને શાનદાર હોઈ શકે છે. રૂબીનાની સ્ટાઈલ આ ફોટોમાં જોવા જેવી હોઈ શકે  છે.

આ સાથે રૂબીનાએ એ પણ માહિતી આપી કે તેણે પોતાની ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. ચાહકો ઉપરાંત, બોલિવૂડ ટેલિવૂજ સ્ટાર્સ પણ રૂબીનાના ડેબ્યૂ પર તેને અભિનંદન આપી રહ્યા છે

રૂબીના ઉપરાંત સંગીતકાર પલાશ મુચ્છલે ફિલ્મ ‘અર્ધ’થી દિગ્દર્શકની દુનિયામાં ડેબ્યૂ કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં લીડ એક્ટર હિતેન તેજવાની છે, જ્યારે રાજપાલ યાદવ પણ આ ફિલ્મનો મહત્વનો ભાગ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code