ભારત અને આફ્રિકા નજીકના અને ઐતિહાસિક સંબંધો ધરાવે છે. ભારત-આફ્રિકા સંરક્ષણ સંબંધોના સર્જનનો પાયો બે માર્ગદર્શક સિદ્ધાંતો ‘SAGAR’ એટલે કે ‘તમામ પ્રદેશો માટે સુરક્ષા અને વિકાસ’ અને ‘વસુધૈવ કુટુંબકમ’ એટલે કે ‘સમગ્ર દુનિયા એક પરિવાર’ છે પર આધારિત છે.
પ્રથમ વખત ભારત આફ્રિકા સંરક્ષણ મંત્રી સંમેલન (IADMC)નું આયોજન ઉત્તરપ્રદેશના લખનઉમાં 06 ફેબ્રુઆરી 2020ના રોજ સંરક્ષણ એક્સ્પોની સાથે સાથે થયું હતું. સંરક્ષણ મંત્રાલય અને વિદેશ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત આફ્રિકા ફોરમ સમિટ IVની દિશામાં આગળ વધવામાં મંત્રી સ્તરની આ સમગ્ર આફ્રિકાની ઇવેન્ટ્સની શ્રેણીઓમાં આ પ્રથમ કાર્યક્રમ હતો. IADMC 2020 પછી સંમેલનના પરિણામી દસ્તાવેજ તરીકે સંયુક્ત ઘોષણાપત્ર ‘લખનઉ ઘોષણાપત્ર’ અપનાવામાં આવ્યો હતો.
આ ઘોષણાપત્ર સાથે આગળ વધીને અને હિતધારકો સાથે પરામર્શ કરીને, ભારતે ત્યારપછીના દર બે વર્ષે એક વખત યોજાનારા દરેક સરંક્ષણ એક્સપોમાં ભારત આફ્રિકા સંરક્ષણ સંવાદ યોજવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારત આફ્રિકા સંરક્ષણ સંવાદ સ્થાપિત કરવાથી આફ્રિકન દેશો અને ભારત વચ્ચે રહેલી વર્તમાન ભાગદારી વધારે મજબૂત કરવામાં મદદ મળશે અને ક્ષમતા નિર્માણ, તાલીમ, સાઇબર સુરક્ષા, સમુદ્રી સુરક્ષા અને ત્રાસવાદ વિરોધી કાર્યવાહી સહિત પારસ્પરિક જોડાણ માટે એક કેન્દ્રિતાના નવા ક્ષેત્રોનું અન્વેષણ કરી શકાશે.
એવું નક્કી કરવામાં આવ્યું છે કે, મનોહર પારિકર સંકક્ષણ અભ્યાસ અને વિશ્લેષણ સંસ્થા ભારત આફ્રિકા સંરક્ષણ સંવાદ માટે જ્ઞાન ભાગીદાર રહેશે અને ભારત તેમજ આફ્રિકા વચ્ચે ઉન્નત સંરક્ષણ સહયોગ માટે જરૂરી સહકાર આપશે.
એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ માર્ચ 2022માં ગુજરાતમાં ગાંધીનગર ખાતે યોજાનારા સંરક્ષણ એક્સ્પોની સાથે સાથે યોજાનારા આગામી ભારત -આફ્રિકા સંરક્ષણ સંવાદમાં આફ્રિકન દેશોના સંરક્ષણ મંત્રીઓની યજમાની કરશે. આ ભારત આફ્રિકા સંરક્ષણ સંવાદની વ્યાપક થીમ ‘ભારત – આફ્રિકા: સંરક્ષણ અને સુરક્ષા સહકારમાં તાલમેલ અને મજબૂતી માટે વ્યૂહનીતિ અપનાવવી’ રહેશે.


