1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય એરફોર્સમાં સામેલ થયેલા મિરાજ-2000 યુદ્ધ વિમાનમાં છે આ ખાસિયત
ભારતીય એરફોર્સમાં સામેલ થયેલા મિરાજ-2000 યુદ્ધ વિમાનમાં છે આ ખાસિયત

ભારતીય એરફોર્સમાં સામેલ થયેલા મિરાજ-2000 યુદ્ધ વિમાનમાં છે આ ખાસિયત

0
Social Share
  • પ્રતિકલાક 2336 કિમીની ઝડપ
  • ડબલ એન્જિન સાથે 13800 કિલો વિસ્ફોટક લઈ જવાની ક્ષમતા
  • આ યુદ્ધ વિમાનના ઉપયોગ 9 દેશની સેના કરે

દિલ્હીઃ મિરાજ 2000ની ખાસિયત એ છે કે, 2336 કિમી પ્રતિકલાકની ઝડપથી ઉડી શકે છે ડબલ એન્જિનવાળુ વિમાન 13800 કિલો વિસ્ફોટક લઈ જવા માટે સક્ષમ છે. ચોથી પેઢીના આ યુદ્ધ વિમાનને કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ યુદ્ધ વિમાનના ઉપયોગ 9 દેશની સેના કરે છે.

યુદ્ધ વિમાનમાં બે એન્જિન હોવાને કારણે એક ફેલ થયા બાદ બીજા એન્જીનથી કામ કરી શકાય છે અને તેનાથી વિમાન ક્રેસ થવાની સંભાવના ખુબ ઓછી છે. આ વિમાન હવામાં જ દુશ્મનો ખાતમો કરવાની ક્ષમતા રાખે છે. આ મોટી સંખ્યામાં બોમ્બમારો અને મિસાઈલ એટેક કરવાની ક્ષમતા ધરાવે છે. આ યુદ્ધ વિમાનમાં ડીઈએફએ 554 ઓટોકેન લાગે છે. જેમાં 30 મિમિ રિવોલ્વર પ્રકારના તોપ છે. આ તોપ એક મિનિટમાં 1800 ગોળીઓ છોડે છે. આ વિમાન આકાશમાંથી જમીન ઉપર મારનારી મિસાઈલ અને આકાશમાંથી આકાશમાં મારવાવાળી મિસાઈલ, લેઝર ગાઈડેડ મિસાઈલ મિસાઈલ અને પરમાણુ બોમ્બ સાથેના ક્રુઝને લઈ જવામાં સક્ષમ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code