1. Home
  2. ગુજરાતી
  3. સરકાર C.A.G. જેવી સંસ્થાઓની સલાહ પર ગંભીરતાથી વિચાર કરશેઃ રાષ્ટ્રપતિ
સરકાર C.A.G. જેવી સંસ્થાઓની સલાહ પર ગંભીરતાથી વિચાર કરશેઃ રાષ્ટ્રપતિ

સરકાર C.A.G. જેવી સંસ્થાઓની સલાહ પર ગંભીરતાથી વિચાર કરશેઃ રાષ્ટ્રપતિ

0
Social Share
  • રાષ્ટ્રપતિ ચાર દિવસની હિમાચલપ્રદેશની મુલાકાતે
  • ભારતીય ઓડિટ અને એકાઉન્ટ સર્વિસ ઓફિસરોના દિક્ષાંત સમારોહ યોજાયો
  • 38 તાલીમાર્થી અધિકારીઓને તાલીમ પૂર્ણ કરવાના પ્રમાણપત્રો એનાયત કરાયાં

દિલ્હીઃ ભારતીય ઓડિટ અને એકાઉન્ટ સર્વિસ ઓફિસરોના દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સરકાર સીએજી જેવી સંસ્થાઓની સલાહ ઉપર સરકાર ગંભીરતાથી વિચારશે તેમ કહ્યું હતું. આ પ્રસંગે 2018 અને 2019 બેચના ભારતીય ઓડિટ અને એકાઉન્ટ સર્વિસના 38 તાલીમાર્થી અધિકારીઓને તાલીમ પૂર્ણ કરવાના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી હિમાચલ પ્રદેશની ચાર દિવસની મુલાકાતે છે. તેમણે આજે નેશનલ એકેડમી ઓફ ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ, શિમલા ખાતે ભારતીય ઓડિટ અને એકાઉન્ટ સર્વિસ ઓફિસરોના દિક્ષાંત સમારોહને સંબોધિત કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ કહ્યું હતું, કે C.A.G. જેવી સંસ્થાઓની સલાહ પર ગંભીરતાથી વિચાર કરશે કારણ કે તેનાથી જાહેર સેવાઓની ગુણવત્તામાં સુધારો થશે.

તેમણે વધારેમાં કહ્યું હતું કે, C.A.G. મોનિટરિંગની જવાબદારી નિભાવવાની સાથે, તે પદ્ધતિમાં સુધારા માટે સૂચનો પણ આપવા જોઈએ. C.A.G.  દ્વારા પર્યાવરણીય ઓડિટ માટે ક્ષમતા નિર્માણના પગલાં પણ લેવાયા છે. આપણે બંધારણીય ફરજ બજાવતી વખતે તમામ સ્તરે ફાળવેલી સહિયારી જવાબદારીઓને પણ ધ્યાનમાં રાખવી જોઈએ.

ભારતના કંટ્રોલર અને ઓડિટર જનરલ ગિરીશ ચંદ્ર મુર્મુએ કહ્યું કે તાલીમાર્થી અધિકારીઓએ તેમની સેવાની વિશ્વસનીયતા વધારવાની મોટી જવાબદારી નિભાવવી જોઈએ. આ પ્રસંગે 2018 અને 2019 બેચના ભારતીય ઓડિટ અને એકાઉન્ટ સર્વિસના 38 તાલીમાર્થી અધિકારીઓને તાલીમ પૂર્ણ કરવાના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિએ ત્રણ શ્રેષ્ઠ તાલીમાર્થીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ અર્પણ કર્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code