1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીમાં PM મોદીને મળીને CM શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું , ‘તેમની ઉર્જા હંમેશા આપણને પ્રેરણા આપે છે’ -બન્ને નેતાઓની બેઠક એક કલાક ચાલી હતી
દિલ્હીમાં PM મોદીને મળીને CM શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું , ‘તેમની ઉર્જા હંમેશા આપણને પ્રેરણા આપે છે’ -બન્ને નેતાઓની બેઠક એક કલાક ચાલી હતી

દિલ્હીમાં PM મોદીને મળીને CM શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું , ‘તેમની ઉર્જા હંમેશા આપણને પ્રેરણા આપે છે’ -બન્ને નેતાઓની બેઠક એક કલાક ચાલી હતી

0
Social Share
  • પીએમ મોદીને મળ્યા એમપીના સીએમ શિવરાજ સિંહ ચૈહાણ
  • અઠવાડિયામાં સીએમની આ દિલ્હીની બીજ વખતની મુલાકાત
  • પીએમ અને સીએમ વચ્ચે એક કલાક બેઠક ચાલી

દિલ્હીઃ- મધ્યપ્રદેશમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો સતતસ ચાલી રહી છએ ત્યારે આ સ્થિતિ વવચ્ચે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની વિતેલા દિવસે દિલ્હીની મુલાકાત ફરી સમાચારોની હેડલાઈન બની છે. ઉલ્લેખનીય છે કે ચૌહાણ છેલ્લા આઠ દિવસમાં બે વખત રાજધાની દિલ્હી આવ્યા છે.

વિતેલા દિવસને ગુરુવારની સાંજે દિલ્હી આવેલા એમપીના મુખ્યમંત્રીએ સાત લોક કલ્યાણ માર્ગ સ્થિત તેમના નિવાસ સ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓની આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. બેઠકમાં પીએમ મોદીએ મધ્યપ્રદેશમાં ચંદનની ખેતી કરવાનું પણ સૂચન કર્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્યમાં ચાલી રહેલી અનેક મહત્વની યોજનાઓ વિશે પીએમ મોદીને માહિતગાર કર્યા હતા આ સાથે તેમણે ભોપાલના નવા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા અને ઘણી યોજનાઓ શરૂ કરવા માટે મધ્યપ્રદેશ આવવા માટે પીએમ મોદીને નિમંત્રણ પણ આપ્યું હતું.

મીડિયા સાથે વાત કરતા સીએમે કહ્યું કે દિલ્હીમાં પીએમ સાથેની બેઠક ખૂબ જ સફળ રહી હતી. તેમની ઉર્જા હંમેશા આપણને પ્રેરણા આપે છે અને તેમના વિચારો લોક કલ્યાણ અને સુશાસન માટે નવા રસ્તા બતાવે છે. મધ્યપ્રદેશ પીએમ સાથેની બેઠક દરમિયાન ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર અત્યંત ગંભીરતાથી કામ કરશે. હું પીએમનો આભારી છું, જે સ્નેહ અને લાગણી સાથે આપણા પીએમ જાહેર હિતને લગતા મુદ્દાઓને સંબોધે છે, આવા દૂરંદેશી નેતાઓ યુગોમાં જન્મે છે.હું પીએમનો આભારી છું.

તેમણે મધ્યપ્રદેશનો ગંભીરતાથી વિચાર કર્યા બાદ યોગ્ય માર્ગદર્શન આપ્યું. મધ્યપ્રદેશમાં વર્તમાન કોવિડ -19 સંક્રમણ અને રસીકરણ અભિયાન વિશે પીએમ મોદીને જાણ કરી. આ સિવાય પીએમ ને વરસાદ અને તેનાથી ઉદ્દભવેલી પરિસ્થિતિઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સાથે, પાક ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રમાં નવીનીકરણ વિશે પણ ચર્ચા થઈ.

આ સાથએ જ વધુમાં માહિતી આપી હતી કે મધ્યપ્રદેશ સરકારે શાળાના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સીએમ રાઈસ સ્કુલ યોજના શરૂ કરી છે. જિલ્લા કક્ષાએ એક શાળા ખોલવામાં આવશે. જેમાં આજુબાજુના વિસ્તારોમાંથી બાળકો બસો દ્વારા આ શાળાઓમાં અભ્યાસ કરવા આવશે. શાળાઓમાં અભ્યાસ કરશે અને સાંજે બસમાં ફરી ઘરે જશે. પીએમે આ યોજનાની પ્રશંસા કરી અને કહ્યું કે આ એક સારો પ્રયોગ છે,

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code