1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં પ્રખ્યાત રૂપાલની પલ્લી નિકાળવાની વર્ષો જૂની પરંપરા જળવાઈ
ગુજરાતમાં પ્રખ્યાત રૂપાલની પલ્લી નિકાળવાની વર્ષો જૂની પરંપરા જળવાઈ

ગુજરાતમાં પ્રખ્યાત રૂપાલની પલ્લી નિકાળવાની વર્ષો જૂની પરંપરા જળવાઈ

0
Social Share
  • રુપાલની પલ્લીની પરંપરા જળવાઈ
  • માત્ર સ્થાનિક લોકોને જ પલ્લીમાં હાજર રહેવા દેવાયા

અમદાવાદઃ- ગુજરાતીઓ જે રીતે ગરબા રમવા માટે જગમાં જાણતી આ બન્યા છે એજ રીતે અંહી ગાંઘીનગરના ગામ રુપાલમાં ઉજવવામાં આવતી રુપાલની પલ્લી પણ ખૂબજ જાણીતી પરંપરા છે,જે વર્ષોથી ચતાલી આવે છે,કોરોના મહામારીને કારણે વિતેલા વર્ષે તે ખૂબજ ઓછા લોકો સાથે ઉજવવામાં હતી તેજ રીતે આ વખતે પણ મર્યાદીત સંખ્યામાં આ પરંપરા જાળવામાં આવી છે.

ગાંધીનગરના રૂપાલ ગામમાં વર્ષોની પલ્લીની પરંપરા કોરોનાકાળ વચ્ચે ડગમગી નથી.એ સતત ચાલી આવતી પરંપરા છે.લાખોની મેદની વચ્ચે નીકળતી વરદાયિની માતાજીની પલ્લી આ વખતે ગ્રામજનો વચ્ચે જ કાઢવામાં આવી.ગામના લોકોએ પણ પોતાના ઘરો કે ચોકમાં ઊભા રહીને જ પલ્લીના દર્શન કર્યા હતા

દશેરાવી વિતેલી રાત્રે 12 વાગ્યા રૂપાલની પલ્લી નીકાળવામાં આવી હતી. જેમાં બહારના કોઈ વ્યક્તિને આ ગામમાં એન્ટ્રી નહોતી આપવામાં આવી ,કારણ કે કોરોનાની સ્થિતિને લઈને પલ્લી કાઢવા મંજૂરી મેળવવા માટે આ શરત લાગૂ કરવામાં આવી હતી.

અહીં રુપાલની પલ્લીમાં માત્ર સ્થાનિક લોકો એ જ હાજરી આપીને વર્ષો જૂની પંપરાને જાળવી હતી,કોરોનાના નિયમોનું પણ પાલન કરવામાં આવ્યું હતું, આ પલ્લીની ખાસ વાત છે કે અંહી માતાની પલ્લી પર હજારો લાખો લીટર દેશી ઘી ચઢાવામાં આવે છે અને આ પરંપરાથી તે વિશ્વમાં જાણીતી બની છે.
જ્યારે રુપાલની પલ્લી નિકાળવામાં આવે છે ત્યારે ર્સતાઓ પર જાણે ઘીની નદિઓ વહેતી હોય તેમ જોવા મળે છે, આ તમને માત્ર રૂપાલમાં જ જોવા મળી શકે છે. રૂપાલની પલ્લીને જોવા માટે લાખો ભકર્તોની ભીડ જામે છે,જો કે કોરોનાના કારણે છેલ્લા 2 વખતથી આ શક્ય બન્યું નથી,.પલ્લી નીકળે તે પહેલા ગામમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આ માટે ગામના દરેક ઘરોમાંથી ઘી ભેગુ કરીને પલ્લી પર ચઢાવવામાં આવ્યું હતું.
પલ્લી કાઢવાનો કંઈ આવો છે ઈતિહાસ

આ પલ્લીના ઉજવણીનો ઈતિહાસ કંઈક એવો ઠે કે ઉનાવા ખાતે અગ્નિકુંડમાં ભુવાજી કુદ્યા બાદ પલ્લીની શરૂઆત થઈ હતી. દાયકાઓ પહેલાં ઉનાવામાં નોરતાની છેલ્લી રાત્રે ‘નરબલી યજ્ઞ’ થતો હતો. તે સમયે માણસ યજ્ઞકુંડમાં હોમાય તે ભોગના દર્શન કરીને પછી જ રૂપાલની પલ્લીમા ઘી હોમવા જવાય કહેવાતું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code