1. Home
  2. ગુજરાતી
  3. કેટરીના કૈફ સાથે વિકી કૌશલની સગાઈની અફવાઓ પર અભિનેતાનું રિએક્શન આવ્યું સામે
કેટરીના કૈફ સાથે વિકી કૌશલની સગાઈની અફવાઓ પર અભિનેતાનું રિએક્શન આવ્યું સામે

કેટરીના કૈફ સાથે વિકી કૌશલની સગાઈની અફવાઓ પર અભિનેતાનું રિએક્શન આવ્યું સામે

0
Social Share
  • કેટરીના કૈફ અને વિકી કૌશલની સગાઈની અફવાઓ
  • અભિનેતા વિકી કૌશલે આપ્યું રિએક્શન

મુંબઈઃ – છેલ્લા ઘણા સમયથી બોલિવૂડમાં અનેક કપલની લવસ્ટોરીની ચર્ચાઓ ચાલી રહી છે, રણબીર આલિયા સહીત વિકી કૌશલ અને કેટરીના કૈફ પણના એફરની તથા બન્નેએ સગાઈ કરી લીઘી હોવાની અફવાઓ એ ચર્ચા પકડી છે.

વિકી કૌશલ ફિલ્મ ‘સરદાર ઉધમ’ માં તેના શાનદાર અભિનય માટે ઘણી પ્રશંસાને પાત્ર બન્યો છે. આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. વિક્કી કૌશલ પોતાની ફિલ્મો સાથે આ દિવસોમાં કેટરીના કૈફ સાથેના અફેરના સમાચારોને લઈને ચર્ચામાં આવ્યો છે.

તાજેતરમાં અફવાો ફેલાઈ રહી છે કે, કેટરીના અને કૌશલ બન્ને એ સગાઈ કરી લીધી છે. જોકે તે સમયે વિક્કીએ કશું કહ્યું નહોતું પરંતુ તેની ટીમે તેનો ઇનકાર કર્યો હતો. હવે એક ઇન્ટરવ્યૂમાં વિક્કીએ આ બાબત અંગે ખુલાસો કર્યો છે.

રેડિયો હોસ્ટ સિદ્ધાર્થ કાનન સાથેની વાતચીતમાં, વિક્કીએ કહ્યું કે જ્યારે આ અફવાઓ શરૂ થઈ ત્યારે તે શૂટિંગમાં ખૂબ જ બિઝી હતો માટે તે અંગે વિચારવા અંગેની મારી કોઈ નાનસિક સ્થિતિ નહોતી,આ બાબતને લઈને જ્યારે વિકી કૌશલને પૂછવામાં આવ્યું કે તે સોશિયલ મીડિયા પર આવી બાબતો પર કેવી રીતે રિએક્ટ કરે છે, ત્યારે વિકી કહે છે, ‘સાચું કહું તો, મારી પાસે તે માનસિક જગ્યા નહોતી કારણ કે હું શૂટિંગની વચ્ચે હતો. મજાની વાત એ છે કે આવી અફવાઓ સવારે 9 વાગ્યે આવવાનું શરૂ થયું અને સાંજે 4.30 સુધી, મીડિયાએ જ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા તેથી તમારે કંઇ કરવાની જરૂર નથી. તમે માત્ર કામ કરતા રહો. કામ કરતી વખતે હું મારું ધ્યાન માત્ર કામ  પર રાખું છું.

જ્યારે અભિનેતાને પૂછ્વામાં આવ્યું કે શું આવી અફવાઓથી તમારા પર કંઈ  અસર પડે  છે? આ અંગે અભિનેતાએ કહ્યું, ‘ના યારઆવું સાંભળીને મને હસવું આવે છે.બસ  આગળ તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરો.તાજેતરમાં, ‘સરદાર ઉધમ’ની સ્ક્રિનિંગ દરમિયાન, કેટરિના સ્થળ પર જોવા મળી હતી. આ દરમિયાન એક વીડિયો વાયરલ થયો જેમાં વિકી કૌશલ કેટરીનાને હગ કરતો જોવા મળે છે, ત્યારે હજી પણ લોકોના મનમામં બન્નૈની રિલેશનશીપને ઘણા સવાલો ચાલી રહ્યા છે

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code