1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સ્કુલવાન-રિક્ષાના ભાડા વધારાયા બાદ હવે શૈક્ષણિક વસ્તુઓમાં પણ ભાવ વધારો
સ્કુલવાન-રિક્ષાના ભાડા વધારાયા બાદ હવે શૈક્ષણિક વસ્તુઓમાં પણ ભાવ વધારો

સ્કુલવાન-રિક્ષાના ભાડા વધારાયા બાદ હવે શૈક્ષણિક વસ્તુઓમાં પણ ભાવ વધારો

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં મોંઘવારીએ માઝા મુકી છે. દરેક ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. એમાં શાલાઓ શરૂ થતાં જ પુસ્તકો, નોટ્સબુક્સ, પેન્સિલ-રબ્બર, યુનિફોર્મ, દફત્તર(સ્કુલ બેગ) વગેરેમાં ભાવ વધારો થયો છે, ઉપરાંત  સ્કુલવાનના ભાડામાં પણ વધારો કરાયો છે. શાળા સંચાલકો પણ ફી વધારવાનું વિચારી રહ્યા છે. આમ વાલીઓની હાલત ભાવ વધારાને લીધે કફોડી બની છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં  ધોરણ-1થી 12ના શાળાઓ ખોલી દેવામાં આવતા જ યુનિફોર્મ, સ્કૂલબેગ, સ્ટેશનરી, બૂટ સહિતની વસ્તુનું વેચાણ કરતા વેપારીઓને છેલ્લા બે વર્ષ પછી આર્થિક રાહત મળી છે. જ્યારે બીજી તરફ રૂપિયા 50થી રૂપિયા 200થી વધારે ભાવવધારાથી વાલીઓનું બજેટ ડામાડોળ બન્યું છે. કોરોનાનું મંદ પડેલા સંક્રમણને પગલે રાજ્ય સરકારે હાલમાં ધોરણ-1થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલી દીધી છે. જોકે કોરોનાની ગાઇડ લાઇન મુજબ 50-50 ટકા વિદ્યાર્થીને બોલાવવાનો નિયમ બનાવ્યો છે. તેમ છતાં શાળાઓ ખુલતા જ શૈક્ષણિક વસ્તુઓના વેચાણ સાથે સંકળાયેલા વેપારીઓને છેલ્લા દોઢેક વર્ષ બાદ આર્થિક રાહત મળી છે. જ્યારે બીજી તરફ વાલીઓ ઉપર આર્થિક ભારણ પણ વધી ગયુ છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શાળાઓમાં બાળકોના યુનિફોર્મ, સ્કુલ બુટ, સ્કુલ બેગ, સ્વેટર, સ્ટેશનરી સહિતની વસ્તુઓની ખરીદી કરવાની  વાલીઓને ફરજ પડી રહી છે. જોકે ઓનલાઇન શિક્ષણના કારણે વાલીઓ યુનિફોર્મ, સ્કુલબેગ, સ્કુલ બુટ, સ્વેટર સહિતની ખરીદી કરતા નહી. જોકે પેટ્રોલ-ડિઝલ અને સીએનજી ગેસના ભાવમાં થયેલા વધારાની અસર શૈક્ષણિક એસેસરીઝના ભાવમાં રૂપિયા 50થી 200નો વધારાથી આર્થિક માર વાલીઓને સહન કરવાની ફરજ પડી છે. સ્કુલ યુનિફોર્મની ખરીદી કરતા વાલીઓએ જણાવ્યું હતું.  કે બે વર્ષ પહેલાંની સરખામણીએ હાલમાં રૂપિયા 200નો વધારો થયો છે. તેજ રીતે સ્કુલ બેગમાં મટીરીયલના આધારે રૂપિયા 100થી રૂપિયા 200નો વધારો થયો છે. સ્કુલ બુટમાં પણ રૂપિયા 50થી રૂપિયા 100નો વધારો થયો છે. તેજ રીતે સ્ટેશનરીમાં પણ રૂપિયા 10થી 20નો વધારો થયો છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, રાજ્યમાં કોરોનાના કાળમાં શાળાઓ બંધ હતી. તેથી વેપારીઓ યુનિફોર્મ, સ્કુલબેગ, સ્ટેશનરી, સ્કૂલબુટ, વોટરબેગ, સ્કુલ સ્વેટર સહિતની વસ્તુઓ ખરીદી કરતા નહી. આથી શૈક્ષણિક વસ્તુઓ બનાવતી ફેક્ટરીઓમાં પણ ઉત્પાદન બંધ કરી દીધું હતું. જ્યારે એકાએક શાળાઓ શરૂ કરતા વેપારીઓ પાસે માલ નહી હોવાથી ઘણાં દુકાનદારોને માલ નહી હોવાનું વાલીઓને જણાવવાની ફરજ પડી છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code