
મંત્રી નિતીન ગડકરીનું એલાનઃ- કાર ઉત્પાદક કંપનીઓને 100 ટકા બાયો ઈથોલિન પર ચાલતા એન્જિન બનાવવાના આપશે આદેશ
- નીતિન ગડકરીનું એલાન
- કાર કંપનીઓને આપશે નિર્દેશ
- 100 ટકા બાયો ઈથોલિન પર લાચતા એન્જિન બનાવાશે
દિલ્હીઃ- દેશભરમાં પેટ્રોલ ડિઝલના ભાવની મોંધવારીને લઈને લોકો પરેશાન છે ત્યારે આ સમગ્ર સ્થિતિ વચ્ચે મોંઘા પેટ્રોલ અને ડીઝલથી છૂટકારો મેળવવા માટે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી એક મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છે.
આ સમગ્ર મામલે વિતેલા દિવસને સોમવારે એક બેઠકને સંબોધતા તેમણે કહ્યું કે હું આવનારા 2-3 દિવસમાં એક પેપર પર હસ્તાક્ષર કરવાનો છું જેમાં કાર ઉત્પાદકોને 100 ટકા બાયો-ઇથેનોલ પર ચાલતા એન્જિન બનાવવાના નિરેદશ આપવામાં આવશે,
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે સરકાર ઇથેનોલના પુરવઠામાં વધારો સાથે વહેલામાં વહેલી તકે ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન વાહનો રજૂ કરવાની યોજના બનાવી રહી છે. તેમણે કહ્યું કે 100 ટકા બાયો-ઇથેનોલ પર ચાલતા ફ્લેક્સ-ઇંધણ વાહનોના રોલઆઉટ સાથે, ઇથેનોલની માંગમાં તરત જ 4 થી 5 ગણો વધારો થઈ જશે.
ઉલ્લેખનીય છે કે પુણે હાલમાં ભારતનું એકમાત્ર શહેર છે જ્યાં ત્રણ ઇથેનોલ સ્ટેશન છે. આ વર્ષે 5 જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ E-100 ઇથેનોલ ડિસ્પેન્સિંગ સ્ટેશન શરૂ કર્યા હતા. નિષ્ણાંતોના મતે પુણેમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કેટલાક ઇથેનોલ ઇંધણ આધારિત વાહનો ચલાવવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે પરિવહન મંત્રી નીતિન ગડકરીએ થોડા સમય પહેલા કહ્યું હતું કે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર નિર્ભરતા ઘટાડવા માટે એક નવો રસ્તો શોધી લીધો છે. તેમણે કહ્યું હતું કે સરકાર આગામી કેટલાક મહિનામાં ફ્લેક્સ ફ્યુઅલ એન્જિનને ફરજિયાત બનાવવા જઈ રહી છે. આ નિયમ તમામ પ્રકારના વાહનો માટે બનાવવામાં આવશે. તમામ ઓટો કંપનીઓને વાહનોમાં ફ્લેક્સ ફ્યુઅલ એન્જિનનો ઉપયોગ કરવાનો આદેશ આપવામાં આવશે.