1. Home
  2. ગુજરાતી
  3. કોરોના સંકટઃ ઈટાલીમાં પરિવારથી દૂર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોને મળી અનોખી સરપ્રાઈઝ
કોરોના સંકટઃ ઈટાલીમાં પરિવારથી દૂર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોને મળી અનોખી સરપ્રાઈઝ

કોરોના સંકટઃ ઈટાલીમાં પરિવારથી દૂર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોને મળી અનોખી સરપ્રાઈઝ

0
Social Share
  • આઠ સુપર હિરોના વેશમાં આવ્યા યુવાનો
  • બાળકોના ચહેરા ઉપર ખુશી ફેલાઈ
  • હોસ્પિટલ તંત્રએ બાળકોની ખુશી માટે કર્યો નિર્ણય

દિલ્હીઃ અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. હવે બાળકો પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન ઇટાલીના મિલાનમાં કોરોના હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ બાળકોના ચહેરા ઉપર સ્મિત લાવવા માટે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. આ બાળકો હાલ હોસ્પિટલમાં માતા-પિતાથી આઈસોલેશનમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલની બારી ઉપર પોતાના પ્રિય સુપર હીરોને જોઈને બાળકોમાં ખુશી ફેલાઈ છે.

હોસ્પિટલની બિલ્ડીગની છત પરથી આઠ જેટલા સુપર હિરો દોરડાની મદદથી નીતે ઉતર્યા હતા તેમજ રૂમની બારીની બહાર ઉભા રહીને બાળકોને અનોખી સરપ્રાઈઝ આપી હતી. આમાં સ્પાઇડર મેન, સુપર મેન, હલ્ક, કેપન્ટ અમેરિકા, બેટમેન જેવા સુપર હીરોઝના વેશમાં લોકો બાળકોને સરપ્રાઇઝ આપી તેમને ખુશખુશાલ કરી દીધા હતા. ઇટાલીમાં એક દિવસમાં 26000 થી વધુ કેસ નોંધાયા હતા અને 112 દર્દીઓના મોત થયા હતા. આ સાથે બાળકોમાં અનેક કેસ જોવા મળ્યા હતા જેઓને આઇસોલેશન વોર્ડમાં રખાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સહિત 77 જેટલા દેશોમાં કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન ફેલાયો છે. એટલું જ નહીં કોરોનાની રસી પણ નવા વેરિએન્ટને અસર થતી નથી. જેથી યુકે સહિત દુનિયાના અનેક દેશો બુસ્ટર ડોઝની તૈયારીઓ કરી રહ્યાં છે. તેમજ અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code