1. Home
  2. ગુજરાતી
  3. ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે દેશમાં કોરોનાના 7,081 નવા કેસ નોંધાયા, 264 દર્દીઓએ જીવ ગુમાવ્યો
ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે દેશમાં કોરોનાના 7,081 નવા કેસ નોંધાયા, 264 દર્દીઓએ જીવ ગુમાવ્યો

ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે દેશમાં કોરોનાના 7,081 નવા કેસ નોંધાયા, 264 દર્દીઓએ જીવ ગુમાવ્યો

0
Social Share
  • દેશમાં ઓમિક્રોનના વધી રહ્યા છે કેસ
  • કોરોનાના 7,081 નવા કેસ નોંધાયા
  • 264 દર્દીઓએ ગુમાવ્યા જીવ

દિલ્હી:દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો યથાવત છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,081 નવા કેસ નોંધાયા છે.તો 7,469 લોકો કોરોનાથી સાજા થયા અને 264 લોકોના મોત થયા છે.જે બાદ સક્રિય કેસોની સંખ્યા વધીને 83,913 થઈ ગઈ છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછી છે. કુલ 3,41,78,940 લોકો સાજા થયા છે.

તો અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક વધીને 4,77,422 થઈ ગયો છે.રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 1,37,46,13,252 લોકોને રસી આપવામાં આવી છે. જેમાંથી શનિવારે 76 લાખ 54 હજાર 4સો 66 ડોઝ આપવામાં આવ્યા હતા.જ્યારે ICMRએ જણાવ્યું હતું કે,અત્યાર સુધીમાં 66 કરોડ 41 લાખ 9 હજાર 365 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી શનિવારે 12 લાખ 11 હજાર 977 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.તો, ભારતમાં કોરોના વાયરસના એક પ્રકાર ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા શનિવારે વધીને 138 થઈ ગઈ છે.

તેલંગાણામાંથી 12 કેસ, કર્ણાટકમાંથી છ, કેરળમાંથી ચાર, જ્યારે મહારાષ્ટ્રમાં વધુ ત્રણ દર્દીઓએ સંક્રમણની પુષ્ટિ થઇ. કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મહારાષ્ટ્ર (43), દિલ્હી (22), રાજસ્થાન (17) અને કર્ણાટક (14), તેલંગાણા (20), ગુજરાત (7), કેરળ (11) છે. આંધ્રપ્રદેશ (1), ચંદીગઢ (1), તમિલનાડુ (1) અને પશ્ચિમ બંગાળ (1)માં ઓમિક્રોન કેસ નોંધાયા છે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code