
બોલિવૂડમાં અનેક હિટ ફિલ્મો આપનાર અભિનેતા ગોવિંદાનો આજે જન્મ દિવસ-જાણો તેમના વિશેની કેટલીક વાતો
- અભિનેતા ગોવિંદાનો આજે જન્મ દિવસ
- 59 વર્ષના થયા અભિનેતા
મુંબઈઃ- ગોવિંદા નામ આવે એટલે સૌ કોઈને ડાન્સ સ્ટેપ યાદ આવી જ જાય,, અભિનેતા ગોવિંદાના ડાન્સના લાખો દિવાના છે આજે પણ અનેક લોકો તેમને ફોલો કરે છે 80 અને 90ના દાયકામાં જે ફિલ્મોમાં ગોવિંદા દેખાતા હતા તે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર બની હતી. ફિલ્મમાં તેની હાજરીને કારણે લોકો થિયેટરોમાં ઉમટી પડતા હતા. તે સમયગાળામાં, ગોવિંદા એકમાત્ર એવો અભિનેતા હતો જે ત્રણેય ખાન સાથે સ્પર્ધા કરતા હતા. જે જાદુ ગોવિંદા એ જમાનાની ફિલ્મોના શાનદાર હીરો રહ્યા,21 ડિસેમ્બર 1963ના રોજ મુંબઈમાં જન્મેલા ગોવિંદાએ પોતાના કામથી લોકોને પોતાના પ્રશંસક બનાવી દીધા હતા. આજે ભલે તે ફિલ્મોથી દૂર છે. પરંતુ ટીવી પર તે એક યા બીજા શોમાં જોવા મળે છે.
ત્યારે આજે અભિનેતા 59 વર્ષના થયા છે. 80 અને 90ના દાયકામાં જો કોમેડિ ફિલ્મો હોય કે શાનદાર ડાન્સ હોય કે પછી હીરોગીરી હોય આ તમામ વિષયક ફિલ્મોમાં ગોવિંદાને આપણે જોતા હતા,તેમણે અનેક સુપર હિટ ફિલ્મોકરી છે, એક વખત એવો હતો કે જ્યારે તેમણે એક પછી એક સતત 10 ફિલ્મો બ્લોકબસ્ટર આપી હતી ત્યારે હવે આવા શાનદાર અભિનેતા ગોવિંદા આજે તેમનો 59મો જન્મ દિવસ મનાવી રહ્યા છે.
ગોવિંદા તેની કોમિક ટાઈમિંગ માટે વખાણાઈ છે. ફિલ્મ ‘કુલી નંબર 1’ હોય કે ‘હદ કર દી આપને’, આવા ઘણા સીન છે જેણે દર્શકોને હસાવ્યા છે. એક સમય એવો હતો કે ગોવિંદા ત્રણેય ખાન પર ભારી પડતો હતો.આ દાયકામાં ગોવિંદા જે કરી રહ્યો હતો તે ન તો શાહરૂખ ખાન કરી શક્યો કે ન તો આમિર. ગોવિંદાની સામે સલમાનની બોડી અને અક્ષય કુમારની એક્શન પણ ફિક્કી પડી.
ગોવિંદાની જર્ની કોઈ ફિલ્મની સ્ટોરીથી કમ નહોતી. તેણે ગરીબી અને આકાશમાં પોતાના નામની ઊંચાઈ પણ જોઈ. ગોગોવિંદાએ માત્ર 21 વર્ષની ઉંમરે, જે છોકરાને કોઈ ઓળખતું ન હતું, તેણે 22 વર્ષની ઉંમરે 50 ફિલ્મો સાઈન કરી હતી. ગોવિંદાએ પોતાના ફિલ્મી કરિયરમાં 165 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે અનેક એવોર્ડ પણ પોતાના નામે કર્યા છે. તેણે આ ઈન્ડસ્ટ્રીને ઘણા ડાન્સ નંબર આપ્યા છે. જેમાં યુપી વાલા ઠુમકગા, કિસી ડિસ્કો મેં જાને સહિત અનેક ગીતોનો સમાવેશ થાય છે.