
‘શહીદ દિવસે’ હવે દરેક લોકો એ માનવા પડશે આટલા નિયમો-ગૃહમંત્રાલયે જારી કર્યા દિશા-નિર્દેશ
- શહીદ દિવસે ચોક્કસ નિયોનું કરવું પડશે પાલન
- ગૃહમંત્રાલયે દિશા નિર્દેશ કર્યા જારી
દિલ્હીઃ- આપણા દેશમાં શહીદો ખૂબ જ મામન સમ્માન આપવામાં આવે છે, આ દિવસની ખાસ દર વર્ષે 30 જાન્યુઆરીના રોજ ઉજવણી કરવામાં આવે છે,જેમાં શહીદાને શ્રદ્ધાજલી આપીને દેશમાટેના તેમના બલિદાનનેયાદ કરવામાં આવે છે, ત્યારે હવે શહિદ દિવસને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શહીદ તેની ઉજવણી યોગ્ય રીતે થાય તે સુનિશ્ચિત કરવાના આદેશ આપ્યા છે.
ભારત સરકારના અન્ડર સેક્રેટરી, પ્રેમ પ્રકાશે તમામ રાજ્ય સરકારોના મુખ્ય સચિવો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકોને લખેલા તેમના પત્રમાં જણાવ્યું છે કે સ્વાતંત્ર્ય સંગ્રામ, રાષ્ટ્રીય સંઘર્ષ પરનું ભાષણ હાઇબ્રિડ મોડમાં આયોજીક કરી શકાય છે. ગૃહ મંત્રાલયે એમ પણ કહ્યું કે શહીદ દિવસના અવસરે કોરોના અંગે સમયાંતરે જારી કરવામાં આવતી માર્ગદર્શિકા અને પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેની ખાતરી કરવી જોઈએ..
જાણો ગૃહમંત્રાલયે શું આપ્યા આદેશ
- 30 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે દેશભરમાં બે મિનિટનું મૌન ઘારણ કરીને કામકાજ અને આવજાવ બંધ કરવી જોઈએ.
- જ્યાં પણ શક્ય હોય ત્યાં, બે મિનિટના મૌન સમયગાળાની શરૂઆત અને અંતે સાયરન અથવા સેનાની તોપોના અવાજ દ્વારા સંકેત આપવો જોઈએ.
- આ અવાજનું સિગ્નલ સાંભળીને જે વ્યક્તિ જ્યાં ઊભા હોય તેમણે ત્યાજ જગ્યા પર ઉભા થઈને મૌન પાળવું જોઈએ.
- આ સાથે જ જ્યાં કોઈ સિગ્નલ ઉપલબ્ધ ન હોય, ત્યાં તમામ સંબંધિતોને સવારે 11 વાગ્યે બે મિનિટ માટે મૌન પાળવા માટે યોગ્ય સૂચનાઓ આપવામાં આવી શકે છે.
આથી વિશેષ શહીદ દિવસને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે ભૂતકાળમાં એવું જોવામાં આવ્યું છે કે જ્યાં કેટલીક ઓફિસોમાં બે મિનિટનું મૌન પાળવામાં આવે છે. સાથે જ પ્રસંગની ગંભીરતાને ધ્યાનમાં લીધા વગર બેદરકારી દાખવવામાં આવે છે. ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમના નિયંત્રણ હેઠળની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રના સાહસોને શહીદ દિવસ મનાવવા માટે માર્ગદર્શિકા જારી કરવા જણાવ્યું છે.હવે દરેક લોકોએ મોન પાળવાની ક્રિયાને ગંભીરતાથી લેવી પડશે.
ભારતના રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીજીની હત્યા 30 જાન્યુઆરી, 1948ની સાંજે પ્રાર્થના દરમિયાન બિરલા હાઉસમાં નાથૂરામ ગોડસે દ્વારા કરવામાં આવી હતી.આ દિવસને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ગાંધીજી ભારતના એક ધર્મનિરપેક્ષ અને એક અહિંસક રાષ્ટ્ર બનાવવાના સમર્થક હતા, જેના માટે તેમને કેટલોય સંઘર્ષ કરવો પડ્યો હતો. 23 માર્ચને પણ શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે કારણ કે તે દિવસે ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપી દેવામાં આવી હતી.