1. Home
  2. ગુજરાતી
  3. આ વ્યક્તિ 78 થી વધુ વખત કોરોના પોઝિટિવ,જાણો અહીં રિપોર્ટ નેગેટિવ ન આવવાનું કારણ
આ વ્યક્તિ 78 થી વધુ વખત કોરોના પોઝિટિવ,જાણો અહીં રિપોર્ટ નેગેટિવ ન આવવાનું કારણ

આ વ્યક્તિ 78 થી વધુ વખત કોરોના પોઝિટિવ,જાણો અહીં રિપોર્ટ નેગેટિવ ન આવવાનું કારણ

0
Social Share
  • છેલ્લા 14 મહિનાથી આઈસોલેશનમાં છે આ વ્યક્તિ
  • 78 થી વધુ વખત આવી ચુક્યો છે કોરોના પોઝિટિવ
  • જાણો અહીં રિપોર્ટ નેગેટિવ ન આવવાનું કારણ

વર્ષ 2020 માં જ્યારથી કોરોનાએ દસ્તક આપી છે,ત્યારથી લોકોના ચહેરાના હોશ ઉડી ગયા છે, દરેકને ડર છે કે તેઓ આ મહામારીની ચપેટમાં ન આવી જાય, પરંતુ તે વ્યક્તિ વિશે વિચારો જે છેલ્લા એક વર્ષથી આ બીમારીના કારણે હોસ્પિટલમાં આઈસોલેટ છે.જી હા, તમે બરાબર વાંચ્યું છે, અમે જેની વાત કરી રહ્યા છીએ તે નવેમ્બર 2020 ના મહિનાથી હોસ્પિટલમાં દાખલ છે.તમને જાણીને નવાઈ લાગશે કે, આ વ્યક્તિ 78 થી વધુ વખત પોઝિટિવ આવ્યો છે. આ જ કારણ છે કે તે છેલ્લા 14 મહિનાથી હોસ્પિટલમાં દાખલ છે.

અમે વાત કરી રહ્યા છીએ મુઝફ્ફર કાયાસનની જે છેલ્લા એક વર્ષથી હોસ્પિટલમાં છે અને દરરોજ રાહ જોઈ રહ્યો છે કે,ક્યારે તે ઘરે જશે. વર્ષ 2020 ના નવેમ્બર મહિનામાં પ્રથમ વખત કોવિડ -19 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. થોડા દિવસો પછી, તે સ્વસ્થ થઈ ગયો પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો ન હતો.

વર્ષ 2020 ના નવેમ્બર મહિનાથી લઈને આજ સુધીમાં તેણે 78 વખત તેનો ટેસ્ટ કરાવ્યો છે, પરંતુ અત્યાર સુધી તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જેના કારણે કાયાસનને આઈસોલેશનમાં રાખવામાં આવે છે.એવામાં તેમનું સામાજિક જીવન સમાપ્ત થઈ ગયું છે.

મુઝફ્ફર કાયાસન દરરોજ ફક્ત બારીમાંથી તેના પરિવાર સાથે થોડી વાતચીત કરે છે.તેમનું સૌથી મોટું દુ:ખ એ છે કે,તેઓ ક્વોરેન્ટાઈનમાં હોય ત્યારે તેમના પ્રિયજનોને સ્પર્શ કરી શકતા નથી અને જ્યાં સુધી તેમનો રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી તેઓ વેક્સિન પણ મેળવી શકતા નથી.

મુઝફ્ફર કાયાસન લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સરના એક પ્રકારથી પીડિત છે.આ બીમારીને કારણે તેના શરીરમાં શ્વેત રક્તકણોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.ડૉક્ટરોનું કહેવું છે કે આ કારણથી કાયાસનના લોહીમાંથી કોરોના વાયરસ ખતમ થઈ રહ્યો નથી.

જો કે તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તેમને દવાઓ આપવામાં આવી રહી છે,પરંતુ આ પ્રક્રિયા ખૂબ જ ધીમી અને લાંબી છે. મુઝફ્ફર કાયાસન આ પ્રકારનો પહેલો કેસ છે, જેમાં દર્દી આટલા લાંબા સમયથી કોરોના પોઝિટિવ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code