
ગુજરાતમાં કોંગ્રેસ તૂટીઃ પૂર્વ ધારાસભ્ય અને 200 કાર્યકરો ભાજપમાં જોડાયાં
અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન કોંગ્રસના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલે કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાયાં હતા. હીરાભાઈ પટેલની સાથે તેમના 200 જેટલા સમર્થકો પણ ભાજપમાં જોડાયાં હતા. 200 જેટલા કાર્યકરોએ ભાજપનો કેસરિયો ધારણ કરતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લુણાવાડા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરા પટેલ ભાજપમાં જોડાયા હતા. પૂર્વ ધારાસભ્ય હીરા પટેલ 200 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. ગાંધીનગર અને અમદાવાદ કોંગ્રેસના હોદ્દેદારો પણ ભાજપમાં જોડાયા હતા. કેટલાક કોંગ્રેસના હોદ્દેદારો તો કેટલાક આપના આગેવાનો ભાજપમાં જોડાયા હતા. ગાંધીનગરના કોંગ્રેસના બે પૂર્વ કોર્પોરેટર પણ ભાજપમાં જોડાશે. ગાંધીનગરમાં કોંગ્રેસના પાંચ આગેવાને રાજીનામા આપ્યા છે.
કોંગ્રેસના સિનિયર નેતા જયરાજસિંહ પરમારે તાજેતરમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેમજ તેઓ ભાજપમાં જોડાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન આવતીકાલે તેઓ વિધિવત રીતે ભાજપનો કેસરિયો ધારણ કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ છે.