1. Home
  2. ગુજરાતી
  3. લે આલે…પુષ્પા ફિલ્મનું ટોમ એન્ડ જેરી વર્ઝન આવ્યું સામે, વીડિયો જોઈને આવી જશે હસવું
લે આલે…પુષ્પા ફિલ્મનું ટોમ એન્ડ જેરી વર્ઝન આવ્યું સામે, વીડિયો જોઈને આવી જશે હસવું

લે આલે…પુષ્પા ફિલ્મનું ટોમ એન્ડ જેરી વર્ઝન આવ્યું સામે, વીડિયો જોઈને આવી જશે હસવું

0
Social Share
  •  પુષ્પા ફિલ્મનું ટોમ એન્ડ જેરી વર્ઝન આવ્યું સામે
  • આ વીડિયો સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધૂમ
  •  અલ્લુ અર્જુનના એક ફેન દ્વારા બનાવાયો આ વીડિયો

સાઉથ ફિલ્મના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા મૂવી ઘણી હિટ બની છે.આ ફિલ્મને રિલીઝ થયાને બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ લોકોનો તેના પ્રત્યેનો ક્રેઝ અટકવાનું નામ નથી લઈ રહ્યો.દરેક વ્યક્તિ તેના ગીતો અને સંવાદો પર રીલ શેર કરી રહી છે.હવે આ ફિલ્મનું ‘ટોમ એન્ડ જેરી’ વર્ઝન વાયરલ થઈ રહ્યું છે, જેને જોઈને તમે ચોક્કસ હસી પડશો. આ વીડિયો અલ્લુ અર્જુનના એક ફેન દ્વારા બનાવવામાં આવ્યો છે.લોકો આ એડિટેડ વર્ઝનને ખૂબ એન્જોય કરી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. તેને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

વાયરલ થયેલા વીડિયોમાં લોકપ્રિય કાર્ટૂન સિરીઝ ‘ટોમ એન્ડ જેરી’ના પાત્ર ટોમને શ્રીવલ્લી ગીતના હૂક સ્ટેપ્સ અને સામી-સામી પણ ડાંસ કરતા જોઈ શકાય છે.તો, જેરી પણ કંઈ કમ નથી. તેણે અલ્લુ અર્જુનની સિગ્નેચર સ્ટાઈલ એટલે કે હાથનો ઈશારો અદ્ભુત રીતે કર્યો છે.આ બંને પાત્રોએ જે કંઈ પણ કર્યું છે,તે બધું કાર્ટૂન સિરીઝનો એક ભાગ છે, જેને પુષ્પા ફિલ્મના ગીતો અને સંવાદો સાથે ખૂબ જ સરસ રીતે ફીટ કરવામાં આવ્યા છે.તો ચાલો સૌથી પહેલા આ ફની વીડિયો જોઈએ.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર Edits MukeshG  નામની ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે.યુઝરે કેપ્શનમાં લખ્યું, ટોમ એન્ડ જેરી સાથેની પુષ્પા ફિલ્મના કેટલાક સીન રિક્રિએટ કરવામાં આવ્યા છે.16 ફેબ્રુઆરીએ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલો આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 31 હજારથી વધુ લોકો તેને લાઈક કરી ચૂક્યા છે.આ સંખ્યા સતત વધી રહી છે.

એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, ‘ટોમે કેવો અદ્ભુત ડાન્સ કર્યો છે.તેમના જેવું કોઈ નથી.’તો અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘હવે મને લાગે છે કે,દરેક ફિલ્મ ટોમ એન્ડ જેરીથી પ્રેરિત છે.’ અન્ય એક યુઝર કહે છે કે,શ્રીવલ્લી અને પુષ્પાનો ડાયલોગ અદ્ભુત હતો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code