1. Home
  2. ગુજરાતી
  3. યુપીમાં પાંચમા તબક્કા માટેનું મતદાન શરૂ,PM મોદીએ મતદાન કરવાની કરી અપીલ
યુપીમાં પાંચમા તબક્કા માટેનું મતદાન શરૂ,PM મોદીએ મતદાન કરવાની કરી અપીલ

યુપીમાં પાંચમા તબક્કા માટેનું મતદાન શરૂ,PM મોદીએ મતદાન કરવાની કરી અપીલ

0
Social Share
  • યુપીના 12 જિલ્લાની 61 બેઠકો પર મતદાન શરૂ
  • 2.25 કરોડ મતદારો 693 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે
  • PM મોદીએ મતદાન કરવાની કરી અપીલ  

લખનઉ: ઉત્તર પ્રદેશમાં આજે પાંચમા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે.ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.પાંચમા તબક્કાના મતદાન  પહેલા રાજ્યના 45 જિલ્લાઓમાં 231 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ ચુકી છે.બાકીના તબક્કા માટે આજ પછી બાકીના તબક્કામાં માટે 3 અને 7 માર્ચે મતદાન થવાનું છે અને 10 માર્ચે મતગણતરી હાથ ધરાશે.

પાંચમા તબક્કા માટે રવિવારે 12 જિલ્લાની 61 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.પાંચમા તબક્કામાં અમેઠી, રાયબરેલી, સુલતાનપુર, ચિત્રકૂટ, પ્રતાપગઢ, કૌશામ્બી, પ્રયાગરાજ, બારાબંકી, અયોધ્યા, બહરાઇચ સહિત અન્ય ઘણી મહત્વપૂર્ણ સીટો છે.

પીએમ મોદીએ વોટની કરી અપીલ  

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે,આજે ઉત્તર પ્રદેશમાં લોકશાહીની ઉજવણીનો પાંચમો તબક્કો છે.હું તમામ મતદારોને વિનંતી કરું છું કે, તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરે અને તેમનો કિંમતી મત અવશ્ય આપે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code