1. Home
  2. ગુજરાતી
  3. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કર્ણાટકમાં પાંચ હાઈવે પરીયોજનાઓનો કર્યો શિલાન્યાસ
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કર્ણાટકમાં પાંચ હાઈવે પરીયોજનાઓનો કર્યો શિલાન્યાસ

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કર્ણાટકમાં પાંચ હાઈવે પરીયોજનાઓનો કર્યો શિલાન્યાસ

0
Social Share
  • કર્ણટકને પાંચ હાઈવે માર્ગની મળી ભેટ
  • મંત્રી ગડકરીને ર હાઈવે માર્ગનો કર્યો શિલાન્યાસ

 

દિલ્હી- કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ક્રણટાકમાં પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને કહ્યું હતું કે તેમનો હેતુ રોડ નેટવર્કને યુએસ જેવો બનાવવાનો છે. મંત્રી ગડકરીએ 238 કિલોમીટર લંબાઇના પાંચ હાઇવેનો શિલાન્યાસ કર્યો, જેનો અંદાજિત ખર્ચ 3,972 કરોડ રૂપિયા છે.

શિલાન્યાસ કરવામાં આવેલા આ પાંચ પ્રોજેક્ટ્સમાં બેલાગવી-સંકેશ્વર બાયપાસ, મહારાષ્ટ્ર બોર્ડર સુધી સંકેશ્વર બાયપાસ, ચોરલા-જામ્બોકી-બેલાગવી, વિજયપુરા-મુરાગુંડી અને સિદ્ધપુરા-વિજયપુરાનો સમાવેશ થાય છે.

આ સાથે જ ગડકરીએ કહ્યું, ‘ 2024 સુધીમાં અમેરિકા જેવું જ રોડ નેટવર્ક વિકસાવવાનું અમારું લક્ષ્ય છે. તમામ પ્રકારની વિકાસ પ્રવૃત્તિઓ રોડ કનેક્ટિવિટી પર આધારિત છે. જેથી સરકારે દેશમાં રોડ નેટવર્કને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે.

આ પ્રસંગે તેમણે એમ પણ કહ્યું કે દેશમાં પ્રદૂષણ ઘટાડવા માટે ગ્રીન વ્હિકલને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે. ગડકરીએ મંચ પર હાજર રહેલા રાજ્યના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈને નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે જમીન સંપાદનને ઝડપી બનાવવા જણાવ્યું હતું.

આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું હતુ કે રાજ્ય સરકાર દ્વારા જમીન ઉપલબ્ધ કરાવવામાં આવે તો નવા રોડ પ્રોજેક્ટ્સ નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. પુણે અને બેંગ્લોર વચ્ચેનું અંતર 100 કિમી સુધી ઘટાડવા પર ફોકસ કરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code