1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદીએ કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અડઘી રાતે વારાણસી કેન્ટ રેલ્વે સ્ટેશનની  લીધી મુલાકાત
પીએમ મોદીએ કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અડઘી રાતે વારાણસી કેન્ટ રેલ્વે સ્ટેશનની  લીધી મુલાકાત

પીએમ મોદીએ કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અડઘી રાતે વારાણસી કેન્ટ રેલ્વે સ્ટેશનની  લીધી મુલાકાત

0
Social Share
  • પીએમ મોદીએ વારાણસી રેલ્વે સ્ટેશનની લીધઈ મુલાકાતટ
  • અડધી રાતે પીએમ મોદી કડક સુરક્ષા વચ્ચે રેલ્વેસ્ટેશન પહોંચ્યા

લખનૌઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની જનતાના લોકપ્રિય નેતા તરીકે ઈભરી આવ્યા છએ તેઓ સતત દેશની જનતા સાથે સંવાદ યોજે છે અને જનતાની વચ્ચે રહીને તેમની સમસ્યાઓ સાંભળે છે ત્યારે હવે જ્યારે  ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે ત્યારે  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા.

પીએમ મોદીએ દિવસભરના કાર્યક્રમ બાદ કડક સુરક્ષા વચ્ચે અડધી રાત્રે અચાનક વારાણસી કેન્ટ રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. પીએમ મોદીએ વારાણસી કેન્ટ રેલ્વે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું અને સ્ટેશન પર હાજર સ્ટોલ સ્ટાફ અને મુસાફરો સાથે વાતચીત કરી હતી.

પીએમ મોદી અહીંની મુલાકત કર્યા બાદ સીધા વારાણસીના ખિડકિયા ઘાટ પહોંચ્યા. આ ઘાટ એક બારી જેવો જ જોવા મળે  છે. તેને ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યો છે. ખિડકિયા ઘાટ હંમેશા પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. પીએમ મોદી અહીં લાંબો સમય રોકાયા હતા.

આ સાથે જ પીએમ મોદીએ વારાણસીમાં પ્રખ્યાત ચાની દુકાન ‘પપ્પુ કી અડી’ પર ચાની ચુસ્કીઓ વચ્ચે સામાન્ય લોકો સાથે વાતચીત પણ કરી હતી. પીએમ મોદીની આ સ્ટાઇલથી લોકો દંગ રહી ગયા.

પીએમ મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા પણ કરી હતી. કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન દરમિયાન વડાપ્રધાન ભક્તો અને સમર્થકો સાથે ‘ડમરુ’ વગાડવામાં પણ જોડાયા હતા.ઉલ્લેખનીય છે કે પીએમ મોદી સામાન્ય જનતા સાથે આ રીતે ઘણી વખત જોવા મળ્યા છએ ત્યારે સોશિયલ મીડિયા પર પીએમ મોદીના વીડિયો પર જોવા મળી રહ્યા છે,

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code