1. Home
  2. ગુજરાતી
  3. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ

0
Social Share

લખનૌઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય સંસ્કૃતિને બદનામ કરવાનો તથા ઈતિહાસ સાથે છેડછાડ કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. તેમજ હિન્દુઓ સામે કેટલાક લોકો દુષપ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના એક પ્રોફેસર દ્વારા હિન્દુઓની લાગણી દુભાવાનો પ્રયાસ કરાયો હતો. બળાત્કાર જેવા બનાવને હિન્દુ દેવી-દેવતાઓ સાથે જોડીને વિવાદાસ્પદ ટીપ્પણી કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી જેહાદી એજ્યુકેશન અને એન્ટી હિન્દુ પ્રવૃતિઓ ચાલતી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. તેમજ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને જેએનયુ જેવી શૈક્ષણિક સંસ્થાઓ હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી આક્ષેપ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. એટલું જ નહીં મુસ્લિમ યુનિવર્સિટીનું નામ બદલવા પણ માંગણી કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના એક પ્રોફેસરે બળાત્કારના મુદ્દે કરવામાં આવેલી ટીપ્પણીમાં હિંદુ દેવી-દેવતાઓ પર વાંધાજનક વાતો લખવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર સ્લાઇડની તસવીર સામે આવ્યા બાદ AMU એડમિનિસ્ટ્રેશન અને મેડિસિન ફેકલ્ટીએ આસિસ્ટન્ટ પ્રોફેસરને કારણ બતાવો નોટિસ આપી હતી. પ્રોફેસર પર વિદ્યાર્થીઓ, સ્ટાફ અને નાગરિકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવાયો છે. આ પ્રોફેસરનું નામ જિતેન્દ્ર કુમાર હોવાનું જાણવા મળે છે.

દેવી-દેવતાઓ પર ખૂબ જ વાંધાજનક વાતો લખવા બદલ લોકો AMU અને પ્રોફેસરની નિંદા કરી રહ્યા છે. આ વિવાદને શાંત પાડવા માટે AMU પ્રશાસને ફોરેન્સિક મેડિસિન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર જીતેન્દ્ર કુમારને કારણ બતાવો નોટિસ આપીને 24 કલાકમાં જવાબ આપવા જણાવ્યું હતું. AMUએ એક નિવેદનમાં કહ્યું, “ડીનની ભલામણ પર, યુનિવર્સિટીએ બે સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે. ફેકલ્ટી ઓફ મેડિસિનના પ્રોફેસર રાકેશ ભાર્ગવ તેની તપાસ કરશે અને આવી ઘટના ફરીથી ન બને તે માટે પગલાં સૂચવશે. દરમિયાન ડૉ.જિતેન્દ્ર કુમારે માફી માગી હોવાનું જાણવા મળે છે.

યુનિવર્સિટીમાં એમબીબીએસના ત્રીજા સેમિસ્ટરના વિદ્યાર્થીઓને ભણાવતી વખતે પ્રોફેસર બળાત્કારના બનાવ અંગે હિન્દુ દેવી-દેવતાઓ અંગે વાંધાજનક ટીપ્પણી કરી હતી. આ અંગે એક વિદ્યાર્થીએ પોતાના ભાઈને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code