1. Home
  2. ગુજરાતી
  3. ગરમીની ઋતુમાં આ જગ્યાઓ પર ફરવા જવાનો બનાવો પ્લાન,સફરને બનાવશે યાદગાર
ગરમીની ઋતુમાં આ જગ્યાઓ પર ફરવા જવાનો બનાવો પ્લાન,સફરને બનાવશે યાદગાર

ગરમીની ઋતુમાં આ જગ્યાઓ પર ફરવા જવાનો બનાવો પ્લાન,સફરને બનાવશે યાદગાર

0
Social Share
  • ગરમીની ઋતુમાં આ જગ્યા પર ફરવા જવાનો બનાવો પ્લાન
  • જે તમારી સફરને બનાવશે એકદમ યાદગાર
  • શાંતિ પણ અનુભવશો

હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે.ત્યારે વેકેશનમાં ક્યાંક ને ક્યાંક ફરવા જવાનું મન થતું હોય છે. જેથી તમે આ સ્થળોની મુલાકાત લઇ શકો છો.જે તમારી સફરને યાદગાર બનાવશે.

ઉનાળાની રજાઓ દરમિયાન તમે મનાલી ફરવાનું આયોજન બનાવી શકો છો.કારણકે ત્યાં ખૂબ જ સુંદર અને શાંત હિલ સ્ટેશન છે.આ ઉપરાંત તમે મસૂરી પણ જી શકો છો જે એક દમ શાંત સ્થળ છે.સાથે સાથે ઠંડા પવનની પણ મજા માણી શકો છો.મસુરીમાં ઘણા ફરવાલાયક સ્થળો છે.

જો તમે એડવેન્ચરના શોખીન છો તો તમારે ઋષિકેશની ચોક્કસથી મુલાકાત લેવી જોઈએ. આધ્યાત્મિકતા સાથે જોડાયેલા લોકો માટે પણ આ એક સારી જગ્યા છે. ધાર્મિક સ્થળોથી લઈને યોગ કેન્દ્રો, રાફ્ટિંગ અને અન્ય ઘણી સાહસિક પ્રવૃત્તિઓ તમે અહીં માણી શકો છો. તમે અહીં શાંત વાતાવરણમાં શાંતિની થોડી ક્ષણો વિતાવી શકો છો.

જો વાત કરવામાં આવે ઉટીની તો તે એક ખુબ જ સુંદર જગ્યા છે. જો તમે ઉનાળાની રજામાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ જગ્યા તમારા લિસ્ટમાં જરૂર હોવી જોઈએ. પાઈન અને નીલગિરી આ વિસ્તારમાં સૌથી વધુ જોવા મળતા વૃક્ષો પૈકી એક છે. તમે અહીં ચાલતા ચાલતા સુંદર દૃશ્યોનો આનંદ માણી શકો છો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code