1. Home
  2. ગુજરાતી
  3. ક્રેડિટ અને ડેબિટ કાર્ડના બદલાયા નિયમ, ગ્રાહકોને થશે ફાયદો
ક્રેડિટ અને ડેબિટ કાર્ડના બદલાયા નિયમ, ગ્રાહકોને થશે ફાયદો

ક્રેડિટ અને ડેબિટ કાર્ડના બદલાયા નિયમ, ગ્રાહકોને થશે ફાયદો

0
Social Share
  • રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનો નવો નિયમ
  • બેન્કોને આપવામાં આવી સૂચના
  • જાણો તેના વિશે તમામ માહિતી

દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ગ્રાહકોની ફરિયાદને ધ્યાનમાં રાખતા કડક નિયમો બનાવવામાં આવ્યા છે જે બાદ હવે બેન્કોએ પોતાની કામગીરીને ઝડપથી કરવી જ પડશે અથવા ગ્રાહકને રૂપિયા ચુકવવા પડશે. આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમ અનુસાર ક્રેડિટ કાર્ડ બંધ કરવા માટેની કોઈપણ અરજીને ક્રેડિડ કાર્ડ ઈશ્યુ કરનાર કંપનીઓએ સાત કામકાજી દિવસોમાં પુરી કરવી પડશે. જોકે, આ નિયમ કાર્ડધારક દ્વારા તમામ લેણાંની ચૂકવણીને આધીન છે. કાર્ડધારકોને હેલ્પલાઈન નંબર, ઈ-મેઈલ આઈડી, ઈન્ટરએક્ટિવ વોઈસ રિસ્પોન્સ (IVR), વેબસાઈટ પર લિંક, ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ-એપ અથવા કોઈપણ અન્ય મોડ દ્વારા કાર્ડ બંધ કરવાની અરજી આપવાની સુવિધા આપવી પડશે.

ગ્રાહકો તરફથી વારંવારની ફરિયાદને અંતે હવે રેગ્યુલેટરી ઓથોરિટી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ અને ખાસ કરીને ક્રેડિટ કાર્ડ બંધ કરવાના નિયમોમાં ધરખમ ફેરફાર કર્યા છે અને દિશાનિર્દેશો આપ્યાં છે તે આ વર્ષે 1 જુલાઈથી અમલમાં આવશે.
આરબીઆઈએ તેની માર્ગદર્શિકામાં જણાવ્યું કે, ક્રેડિટ કાર્ડ બંધ થયા પછી કાર્ડધારકને ઈમેલ, એસએમએસ વગેરે દ્વારા તરત જ કાર્ડ બંધ થવા વિશે જાણ કરવી જરૂરી રહેશે. કાર્ડ ઈશ્યુઅર દ્વારા 7 દિવસમાં કાર્ડ બંધ કરવામાં નહિ આવે તો ગ્રાહકને પ્રતિ દિવસ રૂ. 500નો દંડ વિલંબ પેટે ચૂકવવાપાત્ર થશે.

ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ બંધ કર્યા પછી ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ્સમાં ઉપલબ્ધ કોઈપણ ક્રેડિટ બેલેન્સ કાર્ડધારકના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. કાર્ડ ઇશ્યુઅર્સ પાસે જો ગ્રાહકોની બેંક વિગતો ન હોય તો કાર્ડધારકના બેંક ખાતાની વિગતો મેળવવી જોઈએ, તેમ આરબીઆઈએ ઉમેર્યું હતુ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code