
હવે રાજધાની દિલ્હીમાં બનશે આંતરરાષ્ટ્રીય સ્તરના ચાર શેહરી જંગલો,જાણો તેની ખાસિયતો
- દિલ્હીમાં બનશે જંગલો
- લોકો અહી ફરવા પણ આવી શકશે અને સંશોધન પણ કરી શકશે
દિલ્હીઃ- દેશમાં દિલ્હી એવું રાજ્યને જ્યાં ઘણુ પ્રદુણષ ફેલાતું હોય છે ત્યારે હવે તેને પહોંચી વળવા માટે દિલ્હીમાં જંગલોનો વિસ્તાર કરવામાં આવશે, પ્રાપ્ત જાણકારી પ્રમાણે દિલ્હી સરકાર રાજધાનીના વિવિધ વિસ્તારોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચાર શહેરી જંગલોનો વિકાસ કરવા જઈ રહી છે.
આ શહેરી જંગલો પ્રકૃતિની પાસે પરિવારની સાથે’ થીમ પર બનાવવામાં આવશે. અહીં લોકો સવાર-સાંજ ચાલવા સાથે સંશોધન પણ કરી શકશે, જેનો ઉપયોગ જંગલોને વધુ સુધારવામાં કરવામાં આવશે. આ માટે ગઢી માંડુ ગામ, મિતરાવ, અલીપુર અને જૌનાપુરની જગ્યાઓ પસંદ કરવામાં આવી છે.
દિલ્હી સચિવાલયમાં પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું હતું કે સરકાર દ્વારા લેવામાં આવેલા તમામ પગલાંના પરિણામે, દિલ્હીમાં ગ્રીન કવરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં વર્ષ 2013માં ગ્રીન એરિયા 20 ટકા હતો, જે સરકારના પ્રયાસોને કારણે વર્ષ 2021માં વધીને 23.06 ટકા થઈ ગયો છે. શહેરોના માથાદીઠ વન કવરની દ્રષ્ટિએ દિલ્હી દેશમાં નંબર વન છે.
સમર એક્શન પ્લાનના 14 મુદ્દાઓમાંથી એક દિલ્હીના શહેરી જંગલોનો વિકાસ કરવામાં આવશે . પ્રથમ તબક્કામાં દિલ્હીના ચાર ખૂણામાં હાજર મુખ્ય ચાર શહેરી જંગલોનો વિકાસ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. આમાં દક્ષિણ પશ્ચિમ દિલ્હીમાં મિત્રાઓન અર્બન ફોરેસ્ટ, ઉત્તર દિલ્હીમાં અલીપોર અર્બન ફોરેસ્ટ, પૂર્વ દિલ્હીમાં ગઢી માંડુ અર્બન ફોરેસ્ટ અને દક્ષિણ દિલ્હીમાં જૌનાપુર અર્બન ફોરેસ્ટનો સમાવેશ થાય છે.
પર્યાવરણ મંત્રીએ જણાવ્યું હતું કે, શહેરી જંગલોના વિકાસને ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવશે. આ અંતર્ગત તેમની શારીરિક રચના સાથે છેડછાડ કરવામાં આવશે નહીં. સામાન્ય માણસો માટે મુરમ પથ, પીવાનું પાણી, જાહેર સુવિધાઓ, ધ્યાન ઝૂંપડી, એમ્ફી થિયેટર જેવી સુવિધાઓ સાથે, તેને સંશોધન કરવા અને તેના આધારે શહેરી જંગલોને સુધારવા માટે એક ઓપન મ્યુઝિયમ અથવા લિવિંગ લેબ તરીકે વિકસાવવામાં આવશે.
આ સાથે જ શહેરી જંગલોમાં નાની નર્સરીઓ દ્વારા તમામ લોકોને વિનામૂલ્યે છોડનું વિતરણ પણ કરવામાં આવશે. બર્ડ વોચિંગ, જંગલ વોક જેવી આઉટડોર એક્ટિવિટીઝ પણ આમાં સામેલ છે. જંગલમાં પ્રવૃતિઓ કરી રહેલા અને પ્રદાન કરતા લોકોને સહ-પ્લેટફોર્મ આપવા માટે એક ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવશે.