
અમદાવાદઃ શહેરીજનો પણ હવે યોગાનું મહત્વ સમજવા લાગ્યા છે. શહેરના મ્યુનિ.કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન દ્વારા સાબરમતીના ઉસ્માનપુરા નજીક રિવરફ્રન્ટ પર નિશુલ્ક યોગાના ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. આ યોગ ક્લાસિસનો શહેરીજનો દરરોજ સવારે 6:30થી 8:30 કલાક સુધી લાભ લઈ શકશે. આ યોગ વર્ગમાં લોકોને દરરોજ યોગ વિષે વિવિધ જાણકારી મળશે. તેમજ “આસાન-પ્રાણાયામ’ના પણ વિવિધ લાભ વિષે માહિતી અપાશે
શહેરીજનોના શરીરને સુદઢ તેમજ સૌષ્ઠવ બનાવવા માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લિમિટેડ તેમજ ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં લોકો માટે ઉસ્માનપુરા રિવરફ્રન્ટ પાર્ક ખાતે નિઃ શુલ્ક યોગ વર્ગ ચાલુ કરવામાં આવ્યા છે. આ યોગ કાર્યક્રમ લોકો માટે દરરોજ સવારે 6:30થી 8:30 કલાક સુધી યોજવામાં આવશે. યોગ સાધના એ આપણી પૌરાણિક પરંપરા છે. યોગ માત્ર તન જ નહિ પરંતુ મન વૃદ્ધિ માટે પણ ખૂબ જરૂરી છે. વહેલી પરોઢે નૈસર્ગિક સૌંદર્ય વચ્ચે યોગ કરવો તે પણ એક લ્હાવો છે. લોકોને આ તાણભર્યા વાતાવરણમાંથી મુક્ત કરવા તેમજ એક હેલ્પી હેબીટાટની રચના કરવા માટે નિઃ શુલ્ક યોગ એ નવતર પ્રયોગ છે.
આ યોગ વર્ગનું ઉદ્ધાટન અખાત્રીજના દિવસે સવારે ઉસ્માનપુરા પાર્ક ખાતે સવારે 6: 30 કલાકે કરવામાં આવ્યું હતું. આ યોગ વર્ગમાં લોકોને દરરોજ યોગ વિષે વિવિધ જાણકારી મળશે. તેમજ “આસાન-પ્રાણાયામ’ના પણ વિવિધ લાભ વિષે માહિતી મેળવશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સાબરમતી રિવરફ્રન્ટના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર તેમજ ડે.મ્યુ. કમિશનરો ઉપરાંત ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ડાયરેક્ટર હિનાબેન પરીખ પણ ઉપસ્થિત રહીને લોકોને યોગનું મહત્વ સમજાવ્યું હતું. આ યોગ વર્ગનો લાભ વધારે લોકો તેમજ લોકો પોતાના સ્વાથ્ય પ્રત્યે સભાન બને તેવી જાહેર જનતાને અપીલ કરી હતી. (file photo)