1. Home
  2. ગુજરાતી
  3. આ નાનકડા ગેરેજની કિંમત જાણીને જ રહી જશો દંગ
આ નાનકડા ગેરેજની કિંમત જાણીને જ રહી જશો દંગ

આ નાનકડા ગેરેજની કિંમત જાણીને જ રહી જશો દંગ

0
Social Share
  • કરોડોની કિંમતમાં વેંચાઈ રહ્યું છે આ નાનકડું ગેરેજ
  • જાણીએ જ રહી ગયાને દંગ
  • આખરે શા માટે કરોડોની કિંમતમાં વેંચાય રહ્યું છે ગેરેજ ?

રોકાણ મુજબ પ્રોપર્ટીની ખરીદી અને વેચાણ શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. જ્યાં પહેલા લોકો એજન્ટો દ્વારા પ્રોપર્ટીનો સોદો કરતા હતા, હવે આ પદ્ધતિ ઓનલાઈન શિફ્ટ થઇ ગઈ છે.આજના સમયમાં લોકો પ્રોપર્ટી વિશે જાણીને તેને ડાયરેક્ટ જ ખરીદી લે છે.જેના કારણે ન તો વેચનારને કોઈ સમસ્યા થાય છે અને ન તો ખરીદનારને કોઈ મુશ્કેલી પડતી હોય છે, અને અહીં ઘણી વખત એવા પ્રોપર્ટીના વિકલ્પો પણ ઉપલબ્ધ હોય છે, જેને મેળવીને લોકો ખૂબ જ ખુશ થાય છે અને ખરીદવા માટે બોલી પણ લગાવે છે,પરંતુ કેટલીકવાર કેટલીક ડીલ એવી હોય છે. જેના વિશે જાણીને દુનિયા દંગ રહી જાય છે. આ દિવસોમાં પણ આવા જ એક ગેરેજના વેચાણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે કારણ કે તે કરોડોમાં વેચાઈ રહ્યું છે

અમે જે ગેરેજ વિશે વાત કરી રહ્યા છીએ તે યુકેના ન્યુકેસલમાં આવેલું છે. હવે તમારા મનમાં સવાલ ઉઠતો જ હશે કે જો આ ગેરેજમાં કોઈ લક્ઝરી કાર ઉપલબ્ધ છે, જેના કારણે તેની કિંમત કરોડોમાં છે, તો તમે બિલકુલ ખોટા છો. આ ગેરેજ મોંઘું છે કારણ કે તેની સાથે તમને પાછળના ભાગમાં ટેનિસ કોર્ટ પણ મળશે

વાસ્તવમાં, આ ગેરેજ જ્યાં સ્થિત છે, તમે તેને બ્રિટનનો વિશિષ્ટ વિસ્તાર કહી શકો છો.આ સ્થાન પર ખાનગી ટેનિસ કોર્ટ ધરાવવી એ એક મોટી વાત છે કારણ કે આ ગેરેજ જ્યાં સ્થિત છે તે વિસ્તારમાં ઘણા અમીર લોકોનું ઘર છે.ઉપરાંત, ઘણી જાણીતી શાળાઓ પણ અહીં હાજર છે.પ્રોપર્ટી વેચતી સાઇટ RightMoveએ તેની સાઇટ પર આ વેચાણને હાઇલાઇટ કર્યું છે.

જ્યારે આ ગેરેજનો ફોટો સાઈટ પર અપલોડ કરવામાં આવ્યો ત્યારે ઘણા ખરીદદારોએ સવાલ ઉઠાવ્યા કે,શા માટે આપણે આ નાનું ગેરેજ ખરીદવા માટે કરોડો રૂપિયા ખર્ચવા જોઈએ, પરંતુ જ્યારે RightMove સાઈટ એ ગેરેજ સાથેની ટેનિસ કોર્ટની તસવીર શેર કરી અને જણાવ્યું કે જે વ્યક્તિ આ ગેરેજ ખરીદશે તો આ ટેનિસ કોર્ટનો માલિક પણ બનશે, પછી તેને ખરીદવા માટે લોકોની લાઈન લાગી અને હવે લોકો તેને ખરીદવા માટે લાઈનમાં ઉભા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code