પીએમ મોદીએ નવી એજ્યુકેશન પોલિસી મામલે સમિક્ષા બેઠક યોજી- શિક્ષણને લગતી આ બાબતો પર ખાસ ભાર મૂકાયો
- પીએમ મોદીએ નવી એજ્યુકેશન પોલિસીને લઈને મિટિંગ યોજી
- આ રિવ્યૂ મિટંગમાં ખાસ બાબતો પર ભાર મૂક્યો
ૃદિલ્હીઃ- દેશમાં શિક્ષણને ગુણવત્તા સભર બનાવવા માટે કેન્દ્ર એ નવી એજ્યુકેશન પોલિસી લાગૂ કરી છે ત્યારે વિતેલા દિવસને શનિવારના રોજ પીએમ મોદીએ વારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણની સમીક્ષા કરી હતી.આ સમિક્ષા બેઠકમાં તેમણે કહ્યું કે છેલ્લા બે વર્ષમાં સમાનતા, ગુણવત્તા, ટકાઉપણું અને જવાબદારીના ઉદ્દેશ્યોને હાંસલ કરવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે.
વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં, પીએમ એ જણાવ્યું હતું કે શાળા છોડી દેનારાઓને મુખ્ય પ્રવાહમાં પુનઃપ્રવેશ કરવાથી લઈને ઉચ્ચ શિક્ષણમાં ‘મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝિટ’ની સિસ્ટમ દાખલ કરવા સુધીના આવા ઘણા પરિવર્તનકારી સુધારાઓ નવી નીતિ હેઠળ આવરી લેવાયો છે. જે દેશની પ્રગતિમાં અસરકારક સાબિત થશે.
આ બેઠકમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, શિક્ષણ રાજ્ય પ્રધાન સુભાષ સરકાર, અન્નપૂર્ણા દેવી અને રાજકુમાર રંજન સિંહ, વડા પ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના અધ્યક્ષ સહિત શિક્ષણ મંત્રાલયના ઘણા વરિષ્ઠ અધિકારીઓ,હાજર રહ્યા હતા.
ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન અને નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગના ડાયરેક્ટર હાજર હતા.બેઠક દરમિયાન, પ્રધાનમંત્રીને રાષ્ટ્રીય સંચાલન સમિતિ હેઠળ તૈયાર કરવામાં આવી રહેલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્કની પ્રગતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા


