
સીઈસી/ઈસીએ સ્વૈચ્છિક રીતે તેમને પ્રાપ્ય લાભો અને વિશેષાધિકારોને ઘટાડવા નિર્ણય કર્યો
દિલ્હી:ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે 15 મે, 2022ના રોજ પદભાર સંભાળ્યા પછી શ્રી રાજીવ કુમારે ચૂંટણી પંચની પ્રથમ બેઠક સાથી ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડે સાથે યોજી હતી.
અન્ય બાબતોની સાથે, ચૂંટણી પંચે મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) અને ચૂંટણી કમિશનરો (ઈસી)ને પ્રાપ્ય એવા તેમની ખર્ચ વિષયક રકમ પર આવકવેરામાંથી મુક્તિ સહિતના વિવિધ લાભો અને વિશેષાધિકારો અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
સીઈસી અને ઈસી ઈલેક્શન કમિશન (કંડિશન્સ ઓફ સર્વિસ ઓફ ઈલેક્શન કમિશનર્સ એન્ડ ટ્રાન્ઝેક્શન ઓફ બિઝનેસ) એક્ટ, 1991ની કલમ 3 અનુસાર પગારભથ્થા અને સવલતો પ્રાપ્ત કરે છે. સીઈસી અને ઈસી હાલ આ માટે હકદાર છેઃ
1.રૂ. 34000/- માસિક પૂરક ભથ્થું. સીઈસી અને ઈસીએ આ એલાઉન્સ પર આવકવેરો ચૂકવવાનો રહેતો નથી.
2. પોતાના માટે, જીવનસાથી માટે અને પરિવારના તેમના પર નિર્ભર સભ્યો માટે પ્રતિવર્ષ ત્રણ લિવ ટ્રાવેલ કન્સેશન્સ. ચૂંટણી પંચ માને છે કે વ્યક્તિગત અધિકારોમાં શિસ્તની આવશ્યકતા છે. ચૂંટણી પંચે સર્વસંમતિથી નક્કી કર્યુ છે કેઃ
૩. સીઈસી અને ઈસી તેમને હાલ પ્રાપ્ય કોઈ આવકવેરા સંબંધિત લાભ નહીં મેળવે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે યોગ્ય કાર્યવાહી માટે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવે.
વધુમાં, સીઈસી અને ઈસી હાલ તેમને પ્રાપ્ય 3 એલટીસીના સ્થાને પ્રતિ વર્ષ માત્ર એક એલટીસી મેળવશે.