1. Home
  2. ગુજરાતી
  3. PM મોદી વિદેશની યાત્રા રાત્રે કરીને સમયની કરે છે બચત, બીજે દિવસે સતત બેઠકો કરીને પોતાનું કાર્ય કરે છે પૂર્ણ
PM મોદી વિદેશની યાત્રા રાત્રે કરીને સમયની કરે છે બચત, બીજે દિવસે સતત બેઠકો કરીને પોતાનું કાર્ય કરે છે પૂર્ણ

PM મોદી વિદેશની યાત્રા રાત્રે કરીને સમયની કરે છે બચત, બીજે દિવસે સતત બેઠકો કરીને પોતાનું કાર્ય કરે છે પૂર્ણ

0
Social Share
  • પીએમ મોદી રાત્રે યાત્રા કરીને સમયની કરે છે બચત
  • રાત્રે ફ્લાઈટમાં આરામ કરી દિવસે અનેક મિટિંગ એટેન કરે છે

દિલ્હીઃ-વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે આવતીકાલે ટોક્યો જવાની તૈયારી કરી રહ્યા છે. પોતાના વિદેશ પ્રવાસ દરમિયાન હંમેશા ચોક્કસ પેટર્ન ફોલો કરs છે. વડાપ્રધાન સમય બચાવવા માટે મોટાભાગે રાત્રીની જ યાત્રા પસંદ કરે છે. તેઓ ફ્લાઇટમાં જ તેમની ઊંઘ મેળવે છે અને બીજા દિવસે મીટિંગ્સ અને ઇવેન્ટ્સમાં હાજરી આપે છે.

બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ ટ્વીટ કર્યું કે, પીએમ મોદી 22 મેની રાત્રે ટોક્યો જવા રવાના થશે. બીજા દિવસે સવારે વહેલા પહોંચશે અને સીધા કામ પર લાગી જષે. તેમણે આ મહિનામાં કુલ 5 દેશોની મુલાકાત લીધી છે. સમય બચાવવા માટે તેણે પ્લેનમાં 4 રાત વિતાવી હશે.”

જર્મની અને ડેનમાર્કની તાજેતરની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ જર્મની અને ડેનમાર્કમાં માત્ર એક રાત વિતાવી હતી. તેવી જ રીતે, વડાપ્રધાન મોદી તેમની જાપાન મુલાકાત દરમિયાન માત્ર એક રાત રોકશે અને રાત્રે પરત ફરશે.

PM મોદી 23 અને 24 મેના રોજ ટોક્યોમાં ક્વાડ સમિટમાં ભાગ લેવા જાપાનની મુલાકાતે છે. ક્વાડ એ ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સનું જોડાણ છે. આ સાથે જ પીએમ મોદી યુએસ પ્રમુખ જો બિડેન, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા અને તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. પીએમ મોદી જાપાનના વેપારી સમુદાય અને વિદેશી ભારતીયો સાથે પણ જોડાશે.આ તમામ વખતે પીએમ મોદી હંમેશા રાત્રીની ફ્લાઈટ પસંદ કરે જેથી કરી તેઓ બીજા દિવસે તેમના કાર્ય પર ધ્યાન આપી શકે અને સમય વધુ બગડે નહી

40 કલાકમાં કરશે 23 બેઠકો

નરેન્દ્ર મોદી જાપાનમાં તેમના 40 કલાકના રોકાણ દરમિયાન કુલ 23 કાર્યક્રમોમાં હાજરી આપશે. આ દરમિયાન પીએમ મોદી ઓછામાં ઓછા 36 જાપાની સીઈઓ અને સેંકડો ભારતીય વિદેશી સભ્યો સાથે વાતચીત કરશે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code