1. Home
  2. ગુજરાતી
  3.  અલવિદા કેકે – સિંગરના આજે મુંબઈ ખાતે અંતિમ સંસ્કાર, અનેક હસ્તીઓ અંતિમ દર્શન માટે પહોંચી
 અલવિદા કેકે – સિંગરના આજે મુંબઈ ખાતે અંતિમ સંસ્કાર, અનેક હસ્તીઓ અંતિમ દર્શન માટે પહોંચી

 અલવિદા કેકે – સિંગરના આજે મુંબઈ ખાતે અંતિમ સંસ્કાર, અનેક હસ્તીઓ અંતિમ દર્શન માટે પહોંચી

0
Social Share
  • કેકેના થોડી વારમાં થશે અતંમિ સંસ્કાર
  • અંતિમ દર્શન માટે ઉમટી ભીડ
  • અનેક મહાન હસ્તીઓ સિંગર, સ્ટાર્સ રહ્યા હાજર

 

મુંબઈઃ- તડપ તડપ કે ઈસ દિલસે આહ નિકલતી રહી….. આ શબ્દોને પોતાનો અવાજ આપનારા બોલિવૂડના જાણીતા સિંગર કે કે એ 31 મે 2022ના રોજ આ દુનિયાને અલવિદા કહ્યું છે. કોલકાતામાં એક લાઈવ કોન્સર્ટમાં હાજરી આપ્યા બાદ તેમની તબિયત અચાનક બગડી હતી અને હાર્ટ એટેકના કારણે તેમણે 53 વરષની વયે અંતિમ શ્વાસ લીધા હતા 

કેકેના  નિધનના સમાચાર મળતા જ કેકેનો પરિવાર ગઈકાલે સવારે કોલકાતા પહોંચી ગયો હતો. પરિવારના આવતાની સાથે જ કેકેના મૃત્યુની તપાસ પણ શરૂ થઈ ગઈ હતી.કેકેને રાજ્ય સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. મોડી રાત્રે કેકેનો મૃતદેહ કોલકાતાથી મુંબઈ લાવવામાં આવ્યો હતો. કેકેના અંતિમ સંસ્કાર આજે મુંબઈમાં થવાના છે.

આજના આ દુખદ પ્રસંગે  ફિલ્મ અને સંગીતની દુનિયા સાથે જોડાયેલા તમામ સેલેબ્સ કેકેના ઘરે અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચી રહ્યા છે. કેકેની અંતિમ યાત્રા હવે ટૂંક સમયમાં શરૂ થવાની છે. તેમના અંતિમ દર્શન કરવા આવેલી બોલિવૂડ સિંગર શ્રેયા ઘોષાલ ખૂબ જ ભાવુક જોવા મળી  હતી. ફિલ્મ નિર્માતા વિશાલ ભારદ્વાજ, શંકર મહાદેવન અને જાવેદ અખ્તર થોડા સમય પહેલા જ કેકેના ઘરની બહાર જોવા મળ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code