1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરાખંડમાં વરસાદને લઈને એલર્ટ – પ્રવાસાન વિભાગે યાત્રીઓને હવામાન અને માર્ગોને લઈને સતર્ક રહેવા અપીલ કરી
ઉત્તરાખંડમાં વરસાદને લઈને એલર્ટ – પ્રવાસાન વિભાગે યાત્રીઓને હવામાન અને માર્ગોને લઈને સતર્ક રહેવા અપીલ કરી

ઉત્તરાખંડમાં વરસાદને લઈને એલર્ટ – પ્રવાસાન વિભાગે યાત્રીઓને હવામાન અને માર્ગોને લઈને સતર્ક રહેવા અપીલ કરી

0
Social Share
  • ઉત્તરાખંડમાં યાત્રીઓને ખાસ સતર્ક રહેવાની ચૂચના
  • 4 દિવસ વરસાદના કારણે નોંધણી કરાવીને આવવા જણાવાયું 
  • યાત્રીઓ આવતા પહેલા હવામાનની વેબસાઈટ જોઈ લેવાની અપીલ

દહેરાદૂન- તાજેતરમાં ઉત્તરાખંડમાં આવતા યાત્રીઓને સતર્ક રહેવાની ચૂચના અપાઈ છે કારણ કે આવનાર 4 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથએ જ અહીં આવતા પહેલા તમામ યાત્રીઓને હવામાન વિશે માહીતી મેળવી લેવા જણાવાયું છે

પ્રવાસન વિભાગે યાત્રાળુઓ-પર્યટકોને સતર્ક રહેવા અપીલ કરી છે. એવું કહેવામાં આવે છે કે ઉત્તરાખંડ ટુરીઝમ ડેવલપમેન્ટ કાઉન્સિલ અથવા હવામાન વિભાગની સત્તાવાર વેબસાઈટમાં બનેલા કંટ્રોલ રૂમના ટોલ ફ્રી નંબર 1364 પરથી હવામાન અને રૂટની સંપૂર્ણ માહિતી રજીસ્ટર કરીને અને લીધા પછી જ ઉત્તરાખંડ આવો.

ઉલ્લેખનીય છે કે આજરોજ શનિવારથી આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં હવામાનમાં પલટો આવશે. હવામાન વિભાગે ચારધામ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ અથવા ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે, ભારે વરસાદની સંભાવના ધરાવતા જિલ્લાઓમાં હળવા ભૂસ્ખલન, ખડકો પડવા, રસ્તાઓ બંધ થવા, નદીઓ અને નાળાઓમાં પાણી વધવાની ચેતવણી આપવામાં આવી છે.

ચેતવણીના ભાગ રુપે પ્રવાસીઓને પ્રને તકેદારી રાખવા અપીલ કરી છે. યાત્રામાં આવનારા યાત્રિકોએ ઊની કપડાં, છત્રી, રેઈનકોટ, વોટરપ્રૂફ ટ્રેકિંગ શૂઝ, વોકિંગ સ્ટીક, કેપ, મોજા વગેરે સાથે રાખવાનું પણ કહેવાયું છે.ઉલ્લેખનીય છે કે ચારધામની યાત્રા મે થી શરુ થઈ હતી અત્યાર સુધી લાખો લોકોએ દર્શ કર્યા છે જો કે હવે પ્રવાસીઓની સંખ્યા ઘીમી પડી છે.ત્યારે હજુ પણ અહી જે લોકો આવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે તેમના માટે ખઆસ સતર્ક રહેવાની સૂચના અપાઈ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code