1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદી મૈસુર પૈલેસ ગ્રાઉન્ડ ખાતે કરશે 19 યોગાસન – આ કાર્યક્રમમાં 15 હજારથી વધુ લોકો લેશે ભાગ
પીએમ મોદી મૈસુર પૈલેસ ગ્રાઉન્ડ ખાતે કરશે 19 યોગાસન – આ કાર્યક્રમમાં 15 હજારથી વધુ લોકો લેશે ભાગ

પીએમ મોદી મૈસુર પૈલેસ ગ્રાઉન્ડ ખાતે કરશે 19 યોગાસન – આ કાર્યક્રમમાં 15 હજારથી વધુ લોકો લેશે ભાગ

0
Social Share
  • પીએમ મોદી કરશે 19 યોગાસન
  • કર્ણાટક ખાતે 15 હજાર લોકો ની સાથે પીએમ મોદી આ કાર્યક્રમ જોડાશે

દિલ્હીઃ- આજે વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે,આજના આ ખાસ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સફળ બનાવવા અપીલ કરી છે. યોગ દિવસના કાર્યક્રમમાં હાજરી આપવા તેઓ ગઈકાલે કર્ણાટક પહોંચ્યા હતા.

 વડા પ્રધાન મોદીનું અહીં યેલાહંકા એરફોર્સ બેઝ પર રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈ, વરિષ્ઠ ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પા અને પાર્ટીના રાજ્ય એકમના વડા નલિન કુમાર કાતિલે સ્વાગત કર્યું હતું.

જાણકારી પ્રમાણે પીએમ મોદી 19 યોગાસન કરશે આ સાથે જ  15 હજારથી પમ વધુ  લોકો પીએમ મોદી સાથે આ કાર્યક્રમમાં યોગ કરશે. આ સાથે જ અહીં તેઓ મૈસુરની દેવી ચામુંડેશ્વરીના પણ દર્શન કરશે.પ્રતિષ્ઠિત લિંગાયત સમુદાયના ગુરુકુળ પણ સુત્તૂર મઠની મુલાકાત લેશે.

વિશ્વ યોગ દિવસની આ વર્ષની થીમ ‘માનવતા માટે યોગ’ છે. પીએમ મોદી મૈસુર પેલેસમાં યોગાસન કરશે. તેમની સાથે આ કાર્યક્રમમાં લગભગ 15 હજાર લોકો હાજર રહેશે. પીએમ લોકોને 19 યોગાસનો કરીને સ્વસ્થ જીવનશૈલી માટે યોગ અપનાવવાની અપીલ કરશે

આ સાથએ જ બીજી તરફ ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ મોટો યોગ કાર્યક્રમ યોજાશે. અહીં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયા કાર્યક્રમની અધ્યક્ષતા કરશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code