1. Home
  2. ગુજરાતી
  3. ભારતે કુપોષણ મામલે વિજય પ્રાપ્ત કર્યો,15 વર્ષમાં 2.35 કરોડ ભારતીયો કુપોષણથી દૂર થયા -UN રિપોર્ટ
ભારતે કુપોષણ મામલે વિજય પ્રાપ્ત કર્યો,15 વર્ષમાં 2.35 કરોડ ભારતીયો કુપોષણથી દૂર થયા -UN રિપોર્ટ

ભારતે કુપોષણ મામલે વિજય પ્રાપ્ત કર્યો,15 વર્ષમાં 2.35 કરોડ ભારતીયો કુપોષણથી દૂર થયા -UN રિપોર્ટ

0
Social Share
  • કુપોષણ મામલે ભારતનો માનક અંક સુધર્યો
  • 15 વર્ષમાં 2.35 કરોડ ભારતીયો કુપોષણથી દૂર થયા -UN રિપોર્ટ

દિલ્હીઃ- કુપોષણ મામલે છેલ્લા 15 વર્ષમાં ભારતે ઘણો સુધારો કર્યો છે, સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના રિપોર્ટમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે કે હવે કુપષોણી સંખ્યા ઘટવા લાગી છે,ભારતે આટલા વર્ષ દરમિયાન કુપોષણના મામલે વિજય પ્રાપ્ત કર્યો છે.

હવે આ સંખ્યા  24.78 કરોડથી ઘટીને 22.43 કરોડ થઈ ગઈ છે. આઠ વર્ષમાં 5 વર્ષથી ઓછી ઉંમરના સ્ટંટેડ બાળકોની સંખ્યા 5.23 કરોડથી ઘટીને 3.61 કરોડ થઈ ગઈ છે. એ જ રીતે મેદસ્વી બાળકોની સંખ્યા પણ 30 લાખથી ઘટીને 22 લાખ થઈ ગઈ છે. 

જો કે આ રિપોર્ટમાં અયોગ્યતાઓ પણ કેટલીક જોવા મળી છે. વર્ષ 2019 માં, 15 થી 49 વર્ષની વયની લગભગ 53 ટકા બાળકીઓ એનિમિયા હોવાનું કહેવાય છે,યુએન એજન્સીઓ, ફૂડ-એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન, ઈન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટ, યુનિસેફ, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અને વર્લ્ડ સ્વનાસ્થ્ય સંગઠન છે જે 2019-21માં 22.43 કરોડ ભારતીયોમાં કુપોષણમાં ઘટાડો દર્શાવે છે જે 2004-06માં 24.78 કરોડ હતો, પરંતુ આ સંખ્યા હજુ પણ ઘણી મોટી છે.

કુપોષણ કુલ વસ્તીના 21.6 ટકાથી ઘટીને 16.3 ટકા થયું છે.

30.9% બાળકો નબળા,2012માં આ સંખ્યા 41.7 ટકા હતી, 1.9 ટકા બાળકોમાં સ્થૂળતા જોવા મળી હતી, 8 વર્ષ પહેલા આ આંકડો 2.4 ટકા હતો,2020માં 5 મહિનાની ઉંમર સુધી 1.40 કરોડ નવજાત શિશુઓને માત્ર સ્તનપાન કરાવવામાં આવ્યું હતું, 2012માં આ સંખ્યા 11.2 મિલિયન હતી,પૌષ્ટિક ખોરાકઃ 70 ટકા લોકોને મળતો નથી

આ સાથે જ 97.33 કરોડ લોકોને પોષણયુક્ત ખોરાક નથી મળી રહ્યો. આ કુલ વસ્તીના 70 ટકા છે.આ સંખ્યા 2019માં 946 કરોડ, 2017માં 100 કરોડ અને 2018માં 966 કરોડ હતી.

વયસ્કોમાં મેદસ્વીતાનું પ્રમાણ વધ્યુ

2016 સુધીમાં 3.43 કરોડ લોકો મેદસ્વી હોવાનું જાણવા મળ્યું હતું,2012માં આ સંખ્યા 2.52 કરોડ હતી.કુલ વસ્તીના 3.9 ટકા  લોકો મેદસ્વી છે

વૈશ્વિક વસ્તીના 9.8 ટકા  લોકો પાસે  ખાવા માટે ખોરાક નથી

રિપોર્ટ અનુસાર, 2021માં વિશ્વના 9.8 ટકા લોકોને ભોજન નથી મળી રહ્યું. આ સંખ્યા 2020માં માત્ર 9.3 અને 2019માં 8 હતી. કુલ 230 કરોડ લોકો ગંભીરથી મધ્યમ પ્રકારના ખાદ્ય સંકટની ઝપેટમાં છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code