1. Home
  2. ગુજરાતી
  3. ‘ધ ગોડફાધર’ ફેમ અભિનેતા જેમ્સ કાનનું 82 વર્ષની વયે નિધન  
‘ધ ગોડફાધર’ ફેમ અભિનેતા જેમ્સ કાનનું 82 વર્ષની વયે નિધન  

‘ધ ગોડફાધર’ ફેમ અભિનેતા જેમ્સ કાનનું 82 વર્ષની વયે નિધન  

0
Social Share
  • ‘ધ ગોડફાધર’ ફેમ અભિનેતા જેમ્સ કાનનું નિધન
  • 82 વર્ષની વયે અંતિમ લીધા શ્વાસ
  • સમગ્ર ઇન્ડસ્ટ્રી માટે મોટી ખોટ

મુંબઈ:હોલીવુડના દિગ્ગજ કલાકાર જેમ્સ કાનનું 82 વર્ષની વયે નિધન થયું છે.ધ ગોડફાધર અને Brian’s Song જેવી ફિલ્મોથી દર્શકોમાં એક અલગ જ સ્થાન બનાવનાર જેમ્સ કાને ઘણા દાયકાઓ સુધી હોલીવુડ ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું.તેમનું નિધન સમગ્ર ઇન્ડસ્ટ્રી માટે મોટી ખોટ છે.

જેમ્સના પોતાના ટ્વિટર હેન્ડલ પરથી તેમના મૃત્યુની માહિતી આપવામાં આવી છે.પરિવારે ટ્વિટમાં લખ્યું છે કે ખૂબ જ દુઃખની સાથે અમને જણાવવું પડે છે કે,જીમીનું 6 જુલાઈના રોજ સાંજે નિધન થયું છે.અમે ચાહકો અને શુભેચ્છકોની ભાવનાઓનું સન્માન કરીએ છીએ.કૃપા કરીને આ મુશ્કેલ સમયમાં તમારા પરિવારની ગોપનીયતાનું ધ્યાન રાખો.જેમ્સના જવાથી સમગ્ર ઈન્ડસ્ટ્રી પરેશાન થઈ ગઈ છે.સેલેબ્સ સતત ટ્વિટ કરીને આ મહાન કલાકારને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, તેમણે ભજવેલા પાત્રોને યાદ કરી રહ્યા છે.

જેમ્સ કાનના મેનેજર Matt DelPiano એ પણ તેમના મૃત્યુ પર પ્રતિક્રિયા આપી છે.તેણે કહ્યું છે કે જીમીથી શ્રેષ્ઠ કોઈ નહોતું.તે માત્ર એક સારા અભિનેતા જ નહોતો પણ ખૂબ રમુજી, વફાદાર અને સંભાળ રાખનાર પણ હતા.અમારો સંબંધ પણ બિઝનેસ પહેલા મિત્રતાનો હતો. હું તેમને ખૂબ જ મિસ કરીશ.

અભિનેતાની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોની વાત કરીએ તો તેણે ‘કાઉન્ટડાઉન’, ‘ધ રેઈન પીપલ’, ‘ફની લેડી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તે છેલ્લે વર્ષ 2021માં રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ‘ક્વીન બીજ’માં સ્ક્રીન પર જોવા મળ્યા હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code