 
                                    નવસારીઃ જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન અસર પડી હતી. જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે બે કાંઠે વહેતી થયેલી પૂર્ણાં નદીના જળસ્તરમાં વધારો થતા પુરની સ્થિતિ બની હતી. જેમાં નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. ખાસ કરીને શહેરના વોર્ડ નં. 13 માં દશેરા ટેકરી પાસેથી પસાર થતી ખાડીમાં પણ પાણી વધતા બાલાપીર દરગાહની પાછળના ઘરોમાં પણ કેડસમા પાણી ભરાયા હતા. જેમાં પતરાના કાચા ઘરમાં રહેતા 75 વર્ષીય લખીબેન રાઠોડ બીમાર હતા અને લાકડીના સહારે ચાલતા હતા. ઘરમાં પાણી ઘૂસવાની શરૂઆત થયા બાદ પણ ઘરમાંથી નીકળ્યા ન હતા. પરંતુ જ્યારે કમર સુધીના પાણી થતા લખીબેન લાકડીના સહારે ઘરની બાજુની સાંકળી ગલીમાંથી નીકળવા ગયા હતા. પરંતુ અકસ્માતે માજી પડી જતા, તેમનું પુરના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું હતું.
નવસારી શહેરમાં ભારે વરસાદથી અનેક વિસ્કારોમાં વરસાદી પાણી ભરાયા હતા. નિચાણવાળા વિસ્તારોના લોકોને સલામત શ્થળે ખસેડવામાં તંત્ર નિષ્ક્રિય રહ્યું હતું. પૂર્ણા નદીનું જળસ્થર વધી રહ્યું હતું. બીજીબાજુ દશેરા ટેકરી પાસેથી પસાર થતી ખાડીમાં પણ પાણી વધતા બાલાપીર દરગાહની પાછળના ઘરોમાં પણ કેડસમા પાણી ભરાયા હતા. જેમાં પતરાના કાચા ઘરમાં રહેતા 75 વર્ષીય લખીબેન રાઠોડ બીમાર હતા. જ્યારે કમર સુધીના પાણી થતા લખીબેન લાકડીના સહારે ઘરની બાજુની સાંકળી ગલીમાંથી નીકળવા ગયા હતા. પરંતુ અકસ્માતે માજી પડી જતા, તેમનું પુરના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું હતું. સવારે પુરના પાણી ઓસરતા લખીબેન મૃત હાલતમાં મળી આવતા પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ હતી. જ્યારે ઘટનાની જાણ થતા સ્થાનિક નગરસેવક તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક લખીબેનના મૃતદેહને પીએમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

