1. Home
  2. ગુજરાતી
  3. તમારા ઘરમાં ઉંદરનો ત્રાસ છે? તો અપનાવો આ યુક્તિઓ, ભાગી જશે ઉંદર ઘરની બહાર
તમારા ઘરમાં ઉંદરનો ત્રાસ છે? તો અપનાવો આ યુક્તિઓ, ભાગી જશે ઉંદર ઘરની બહાર

તમારા ઘરમાં ઉંદરનો ત્રાસ છે? તો અપનાવો આ યુક્તિઓ, ભાગી જશે ઉંદર ઘરની બહાર

0
Social Share
  • ઉંદરને ઘરની બહાર ભગાવાની રીત જોઈલો
  • લવિંગથી લઈને લાલ મરચાથી ભાગે છે ઉંદર દૂર

ઘરમાં ઉંદરો આવે એટલે ગૃહિણીઓનું ચિંતા વધી જાય છે કે ક્યાક ગાદડા કતરી જશે, ક્યાક નવા કપડા કતરી જશે આ સિવાય પણ ઉંદરો ઘમુ નુકશાન કરે છે.આમ જોવા જઈએ તો ઉંદરો બિનઆમંત્રિત મહેમાન તરીકે ઘરમાં આવે છે. ઘરનો ખોરાક બગાડવાથઈ લઈને ગંદકી ફેલાવવાનું બધું કામ આ ઉંદરો કરે છે. પણ જો હવે તમે ઉંદરોને ઘરમાં નથી જોવા માંગતા તો અપનાવી પડશે કેટલીક ટ્રિક.

ડુંગળી – ડુંગળીની ગંધથી ઉંદરો ચિડાઈ જાય છે કારણ કે તે તેમના માટે ઝેરી સાબિત થાય છે. જ્યાં ઉંદરો ફરે છે ત્યાં તમે ડુંગળીની છાલ રાખી શકો છો. જો કે, જો તમારા ઘરમાં કોઈ પાળતુ પ્રાણી છે, તો તે તેના માટે પણ યોગ્ય નથી સાબિત થશે, તેથી દરરોજ ડુંગળીની છાલ બદલતા રહો જેથી તેની ગંધ માત્ર ઉંદરોને અસર કરે.

પીપરમિન્ટ – ઉંદરો પીપરમિન્ટની ગંધ બિલકુલ સહન કરી શકતા નથી. કોટનમાં તીખા તમતમતા સ્વાદવાળું તેલ આપનારી એક વનસ્પતિ મૂકો અને તેને તે જગ્યાએ છોડી દો જ્યાં ઉંદરો ફરે છે. ઉંદરો પોતે જ ભાગવા લાગશે.અને ફરી આવશે પણ નહી.

લવિંગ – ઉંદરોને ભગાડવા માટે લવિંગ અથવા લવિંગનું તેલ પણ વાપરી શકાય છે. લવિંગને મલમલના કપડામાં લપેટીને ઘરના ખુણાઓમાં રાખી દો. લવિંગના તેલનો પણ આ જ રીતે ઉપયોગ કરી શકાય છે.ખુણા હોય ત્યા તેલ છાંટો અથવા જ્યા ઉંદર આવાવની વધુ શ્કયતા છે તેવી જગ્યાએ લવિંગ રાખો

લાલ મરચું – ઉંદરો અને જીવાતોને દૂર કરવા માટે લાલ મરચું લાંબા સમયથી ઉપયોગમાં લેવાતી વસ્તુ છે. જ્યાં પણ ઉંદરો આવે છે અને જ્યાં તે સંતાવા માટે જાય છે ત્યાં તમે ચિલી ફ્લેક્સ અથવા લાલ મરચાંનો પાવડર છાંટી શકો છો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code