1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમરેલી જિલ્લાનો શેત્રુંજી નદી પરનો ખોડિયાર ડેમ ઓવરફ્લો, નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા
અમરેલી જિલ્લાનો શેત્રુંજી નદી પરનો ખોડિયાર ડેમ ઓવરફ્લો, નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા

અમરેલી જિલ્લાનો શેત્રુંજી નદી પરનો ખોડિયાર ડેમ ઓવરફ્લો, નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા

0
Social Share

અમરેલીઃ  જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે પ્રથમ ધારી નજીક શેત્રુંજી નદી પરનો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે. આ ડેમ 50 ટકા ઉપરાંત ભરેલો ડેમ હતો તેવા સમયે છેલ્લા 10 દિવસથી અવિરત પણે ગીર વિસ્તારમાં વરસાદ પડ્યો હતો જેના કારણે સમગ્ર જિલ્લામાં પ્રથમ અમરેલીના ધારી નજીક આવેલો ખોડિયાર ડેમ ઓવરફ્લો થવાના કારણે તંત્ર દ્વારા એક દરવાજો 0.25 મીટર સુધી ખોલવામાં આવ્યો છે. જેના કારણે નીચાણ વાળા વિસ્તારને એલર્ટ કરાયા છે.

સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ધારી નજીક શેત્રુંજી નદી પરનો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે. આ ડેમ 50 ટકા ઉપરાંત ભરેલો ડેમ હતો તેવા સમયે છેલ્લા 10 દિવસથી અવિરત પણે ગીર વિસ્તારમાં વરસાદ પડ્યો હતો જેના કારણે સમગ્ર જિલ્લામાં પ્રથમ અમરેલીના ધારી નજીક આવેલો ખોડિયાર ડેમ ઓવરફ્લો થવાના કારણે તંત્ર દ્વારા એક દરવાજો 0.25 મીટર સુધી ખોલવામાં આવ્યો છે. જેથી  અમરેલી અને ભાવનગર જિલ્લામાં આવતા 48 જેટલા ગામડામાઓમાં એલર્ટ કરવામાં આવ્યા છે જેમાં ધારી,આંબરડી, ભાડ, પાદરગઢ, લુવારીયા , હાલરીયા, સરંભડા, નાના માંડવડા, મેડી, તરવડા, બાબપુર, વાકીયા, ગાવડક, પીઠીયાજાળ, વિઠલપુર, મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા, કણકોટ, ક્રાકચ, બવાડા, શેઢાવદર, લોકી, ઈંગોરાળા,  શેઢાવદર, બોરાળા, જુના સાવર ,ખામપર, આકલોડીયા, ફીફાદ, મેકડા, ઘોબા, પીપરડી, ઠાસા, ડુંગરપુર, હાથસની આ પ્રકારના અલગ અલગ ગામડાઓને એલર્ટ અપાયા છે.

ખોડિયાર ડેમમાંથી પાણી છોડાતા શેત્રુંજી ડેમાં પણ પાણીની આવક વધી રહી છે. શુક્રવારથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત હાલ દરિયામાં કરંન્ટ જોવા મળી રહ્યો છે.વાદળો ઘેરાયેલા છે ત્યારે  દરિયા કાંઠા વિસ્તારોમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ જોવા મળશે

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code