1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ કપલ વિકી કૌશલ-કેટરીના કૈફને જાનથી મારી નાખવાની મળી ધનકી – ફરિયાદ દાખલ
બોલિવૂડ કપલ વિકી કૌશલ-કેટરીના કૈફને જાનથી મારી નાખવાની મળી ધનકી – ફરિયાદ દાખલ

બોલિવૂડ કપલ વિકી કૌશલ-કેટરીના કૈફને જાનથી મારી નાખવાની મળી ધનકી – ફરિયાદ દાખલ

0
Social Share
  • વિકી કૌશલ અને કેટરીના કૈફને મળી જાનથી મારી નાખવાની ધમકી
  • પોલીસ આ ઘટનાને મામલે કેસ નોંધ્યો

મુંબઈઃ-  છેલ્લા ઘણા સમયથી દેશની અનેક મહાન હસ્તિઓને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે,થોડા સમય પહેલા અભિનેતા સલમાન ખાનને આ પ્રકારની ધમકી મળી હતી ત્યારે હવે અભિનેતા વિકી કૌશલ અને તેની પત્નિ બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફને આ પ્રકારની ધમકી મળી હોવાના સમાચાર સામે આવ્યા છે.

જાણકારી પ્રમાણે બોલિવૂડના આ જાણીતા કપલને આ ધમકી સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી છે. મુંબઈ પોલીસે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ  આ ઘટનાને મામલે કેસ નોંધી દીધો છે અને  આ અંગેની વધુ તપાસ શરૂ કરી  દીધી છે. 

મુંબઈ પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણેઅભિનેતા વિકી કૌશલની ફરિયાદ પર સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં સીઆર નંબર 911/2022 સાથે કેસ નોંધવામાં આવ્યો છે. આઈપીસીની કલમ 506(2), 354(ડી) અને આઈટી એક્ટની કલમ 67 હેઠળ અજાણ્યા આરોપીઓ સામે એફઆરઆઈ દાખલ કરાઈ છે.

કહેવામાં આવી રહ્યું છે કે કોઈ એક વ્યક્તિ લાંબા સમયથી કેટરિના કૈફને સોશિયલ મીડિયા પર સ્ટોક કરી રહ્યો હતો પરંતુ જ્યારે વિકી કૌશલને આ વાતની ખબર પડી તો એક્ટરે પણ તે વ્યક્તિને સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે વ્યક્તિ અટક્યો નહી અને વાત આટલે સુધી પહોંચી હતી.આ ધમકી આપનાર વ્યક્તિનું નામ  પણ સામે આવ્યું છે તેનું નામ આદિત્ય રાજપૂત જણાવાઈ રહ્યું છે જો કે આ તેનું સૌશિયલ મીડિયોનપં અસલી એકાઉન્ટ છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code