
અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા,4.4ની નોંધાઈ તીવ્રતા
- અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા
- 4.4ની નોંધાઈ તીવ્રતા
- સાંજે લગભગ 6.27 વાગ્યે આવ્યો ભૂકંપ
ઇટાનગર :અરુણાચલ પ્રદેશની દિબાંગ ઘાટીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ સાંજે લગભગ 6.27 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.જેની તીવ્રતા 4.4 માપવામાં આવી હતી.ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી.
જોકે,ભૂકંપના આવેલા આંચકાને કારણે લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો અને લોકો ઘરની બહાર દોડી ગયા હતા.ટો જાનહાનિ કે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે