 
                                    ગરમીમાં ખોરાકમાં મેનકોર્ષ કરતા ફળોનું વધુ કરો સેવન, હેલ્થ રહેશે સારી અને દિવસ રહેશ એનર્જી ભર્યો
ઉનાળામાં આપણે સૌ કોઈ ગરમીથી ત્રાહિત્રામ પોકારી ઉઠતા હોઈ છીએ, થોડી થોડી વારે પાણીની તરસ લાગે છે, પાણી પીતા રહેતા હોવા છત્તા આખા દિવસમાં તરસ છીપાતી નથી પરિણામે પેટમાં ભઆર લાગે છે અને તરસ તો લાગતી રહે છએ આવી સ્થિતિમાં તમારે રસ વાળઆ ફળોનું સેવન કરવું જોઈએ જે તમને દિવસ દરમિયાન એનર્જી બનાવી રાખવામાં મદદ કરે છે. ફળોના સેવનથી તમારા શરીરની નબળાઈ દૂર થશે.શરીરને સંપૂર્ણ પાણી પણ મળશે.
કાળી તથા લીલી દ્રાક્ષ – દ્રાક્ષ માઇગ્રેનનો ઇલાજ કરવામાં મદદ કરે છે. દ્વાક્ષ અસ્થમા અને સ્કિન માટે સારી છે, દ્વાક્ષ સનબર્ન સામે રક્ષણ પણ આપે છે ઉપરાંત, કબજિયાતને દૂર કરવામાં પણ મદદ કરે છે. દ્વાક્ષ એન્ટિ-એજિંગ એજન્ટ પણ છે. દ્રાક્ષ લો કોલેસ્ટ્રોલ, સેચ્યુરેટેડ ફેટ્સ અને સોડિયમ હોય છે. દ્વાક્ષમાં વિટામીન C અને K નો સારો સ્રોત છે.જેનું ગરમા સેવન કરવામાં આવે તો ખૂબ ફાયદો કરે છે.
નારંગી –મીઠી ઓરેંજ, શરીરની ઇમ્યુનિટી વધારવા, કેન્સર અને કિડની સંબંધિત રોગો અટકાવે છે, યકૃતના કેન્સરનું જોખમ ઘટાડે છે, ચામડી અને બ્લડપ્રેશર માટે નારંગી સારી છે. શરીરને આલ્કલાઇઝ કરે છે, અને સારા કાર્બ્સ ધરાવે છે. ઓરેંજમાં સોલ્યુબલ ફાયબરનો સારો સ્રોત છે જે કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ફાયદાકારક છે. નારંગી વિટામિન C નો સમૃદ્ધ સ્ત્રોત છે,
બ્લુબેરી – બ્લૂબેરીમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ સિવાય સફરજનમાં પાણી પણ સારી માત્રામાં જોવા મળે છે. જો તમે ઝડપથી ઉર્જાવાન અને ચપળ રહેવા માંગતા હોવ તો તમે તેનું સેવન કરી શકો છો.બ્લૂબેરીમાં કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, વિટામિન-એ, વિટામિન-સી, વિટામિન-બી6, મેગ્નેશિયમ સારી માત્રામાં જોવા મળે છે. શરીરને એનર્જી આપવાની સાથે તે ખૂબ જ ફાયદાકારક પણ છે.
સફરજન – સફરજનન ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ અને વિટામિન્સથી ભરપૂર છે.તેનું સેવન કરવાથી તમારું શરીર ઉર્જાવાન રહેશે. સમગ્ર દિવસ માટે સફરજનનું સેવન તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
તરબૂંચ – તરબૂચ હાડકાં માટે સારું છે. શરીરના વજનને ઘટાડવામાં મદદ કરે છે, તરબૂચ સ્નાયુઓની ક્રિયાને નિયંત્રિત કરે છે, વિઝન સુધારે છે અને કોષોના નુકસાન અને બ્લડ સર્ક્યુલેશનને લગતી બીમારીઓને થતી અટકાવે છે. તરબૂચ પોટેશિયમ, વિટામીન A અને Cનો શ્રેષ્ઠ સ્ત્રોત છે.ગરમીમાં પાણીના બદલે તરબૂત ખાય શકો છઓ તરબૂચમાં મોટાભાગનું પાણી હોય છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

