1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. UN મહાસચિવને મળ્યા PM મોદી – બન્ને નેતાઓએ કેવડિયા ખાતે ‘મિશન લાઈફ અભિયાન’નો આરંભ કરાવ્યો 
UN મહાસચિવને મળ્યા PM મોદી – બન્ને નેતાઓએ કેવડિયા ખાતે ‘મિશન લાઈફ અભિયાન’નો આરંભ કરાવ્યો 

UN મહાસચિવને મળ્યા PM મોદી – બન્ને નેતાઓએ કેવડિયા ખાતે ‘મિશન લાઈફ અભિયાન’નો આરંભ કરાવ્યો 

0
Social Share
  • પીએમ મોદીએ યુએન મહાસચિવ સાથે કરી મુલાકાત
  • મિશન લાઈફ અભિયાનનો કરાવ્યો આરંભ

અમદાવાદઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુડરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ 20 ઓક્ટોબરે ગુજરાતના કેવડિયા ખાતે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી છે.આ સાથે જ બેઠક બાદ પીએમ મોદીએકેવડિયાના એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શ્રી ગુટેરેસની હાજરીમાં મિશન લાઇફઇ નું લોકાર્પણ કર્યું હતું

,ઉલ્લેખનીય છે કે આ મિશન લાઇફનો ઉદ્દેશ સ્થિરતા તરફ લોકોના સામૂહિક અભિગમને બદલવા માટે ત્રણ-પાંખીય વ્યૂહરચનાનું પાલન કરવાનો છે.મહત્વની વાત છે કે લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયર્ન્મેન્ટ કાર્યક્રમની જાહેરાત વડાપ્રધાન મોદીએ જૂન મહિનામાં કરી હતી.જેનું અમલીકરણ નીતિ આયોગ કરી રહ્યું હતું.

શું છે મિશન લાઈફ

વર્ષ 2021માં ગ્લાસગોમાં COP26 ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ અભિયાન શરૂ કરવામાં આવી હતી. વડાપ્રધાને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવીને પર્યાવરણને બચાવવા માટે આંદોલનમાં જોડાવા વૈશ્વિક નેતાઓને આહ્વાન કર્યું હતું.ત્યારે આજરોજ આ મિશનનો પીએમ મોદીએ આરંભ કરાવ્યો છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code