1. Home
  2. ગુજરાતી
  3.  શિયાળામાં તમારી સ્કિનને મુલાયમ બનાવે છે નારિયેળની મલાઈ, જાણો તેના ઉપયોગ વિશે
 શિયાળામાં તમારી સ્કિનને મુલાયમ બનાવે છે નારિયેળની મલાઈ, જાણો તેના ઉપયોગ વિશે

 શિયાળામાં તમારી સ્કિનને મુલાયમ બનાવે છે નારિયેળની મલાઈ, જાણો તેના ઉપયોગ વિશે

0
Social Share
  • નારિયેળની મલાઈન સ્કિનને બનાવે છે કોમળ
  • નારિયેળની મલાઈ અને મધનું ફેશિયલ સ્કિન પર ગ્લો લાવે છે

શિયાળો આવતાની સાથે જ સૌ કોઈને સ્કિનની સ મસ્યા સતાવતી હોય છે,ખાસ કરીને સ્કિન રુસ્ક બની જવી, સ્કિનમાં ચીરા પડવા, ગાલ લાલ થવા કે ગાલ ફાટી જવા વગેરે સ્કિનની સમસ્યા સર્જાય છે જો કે લીલા નારિયેળની મલાઈથી તમે આ દરેક સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો.

સૌ પ્રથમ તો નારિયેળમાંથી મલાઈને કાઢીલો ત્યાર બાદ જો તે ઘટ્ટ મલાી હોય તો તેને પાણીથી બરાબર ઘોઈલો અને મલાઈ નરમ છે તો એમ જ એક બાઉલમાં લઈલો.

હવે આ મલાઈઈને મિક્સરમાં ક્રશ કરીલો હવે ક્રશમાંથી 4 જાતના ફેશિયલ અને સ્ક્રબ બનાવી શકો છો.

1 -નાળિયેરની મલાઈ અને દહીંનો ફેસ માસ્ક લગાવવાથી તમને ત્વચાની શુષ્કતા ઓછી કરવામાં મદદ મળશે. 2 ચમચી નાળિયેરની મલાઈની પેસ્ટમાં 1 ચમચી દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવો. હવે 15-20 મિનિટ પછી કોટનથી ચહેરો સાફ કરી લો.

2 – નારિયેળની મલાઈને 2 ચમચી પેસ્ટ લો તેમાં 1 ચમમી મધ અને એક ચમચી ચોખાનો લોટ મિક્સ કરીને પેસ્ટ બનાવો આ પેસ્ટથી તમે ચહેરા પર મસાજ કરી શકો છો,જેનાથી ફાટેલી ડેમેજ સ્કિન સુધરે છે અને સ્કિન કોમળ બને છે.10 મિનિટ ઓછામાં ઓછો હળવા હાથ મસાજ કરી ફેશવોશ કરી લેવો

3- નારિયેળની મવલાઈની 4 ચમચી પેસ્ટ લો  હવે તેમાં તમે જુવાર અથવા બાજરીનો 2 ચમચી લોટ મિક્સ કરો,આ રેસ્ટ સ્ક્રબનું કામ કરે છે,આ પેસલ્ટથછી તમે સ્કિન પર સ્ક્રબ કરી શકો છો જે તમારા ચહેરા પર ઉપસી આવેલા સફેદ દાણાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે

4 – નારિયેળની મલાઈની  3 પેસ્ટ  લઈલો, હવે તેમાં 1 ચમચી બેસન એડ કરો ત્યાર બાદ તેમાં  1 ચમચી એલોવેરા જેલ એડકરીને બરાબર મિક્સ કરો, આ ફેશપેકને 20 મિનિટ ચહેરા પર લગાવી રાખો ત્યાર બાદ ફએશ વોશ કરીલો આમ કરવાથી સ્કિન કોમળ બને છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code