સૂર્યનગરી એક્સપ્રેસ રાજસ્થાનના પાલીમાં પાટા પરથી ઉતરી પડી – 10 થી વધુ લોકો ઘાયલ
- સુર્યનગરી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી પડી
- રાજસ્થાનના પાલીમાં બની ઘટના
- જો કે જાનહાની ટળી, 10થી વધુ લોકો ઘાયલ
તાજેતરમાં પાચા પરથી ટ્રેનના ડબ્બાખરી પડવાની ઘટનાઓ ઘણી સામે આવી રહી છે ત્યારે હવે બાંદ્રાથી જોધપુર જઈ રહેલી સૂર્યનગરી એક્સપ્રેસ સોમવારે સવારે રાજસ્થાનના પાલીમાં પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ઘટના રાજસ્થાનના પાલીમાં આજે સવારે 3.27 વાગ્યે જોધપુર ડિવિઝનના રાજકીવાસ-બોમદરા સેક્શન વચ્ચે બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનમાં બની છે.
મળતી વિગત પ્રમાણે ટ્રેનના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માત સમયે ટ્રેનમાં સવાર તમામ મુસાફરો ગાઢ નિંદ્રામાં હતા. અચાનક ટ્રેનમાંથી જોરદાર અવાજ આવ્યો અને બધા જાગીવગયા હતા અને અફરાફરીનો માહોલ સર્જાયો હતો.કહેવામાં આવી રહ્યું છે કે ઉપરની બર્થ પર સૂતા ઘણા મુસાફરો નીચે પડી ગયા હતા. તે જ સમયે નીચે મુસાફરો પણ ઉભા થઈને બેસી ગયા. આ અવાજ અને ટ્રેનની બોગીઓ ઉછળવાથી મુસાફરો ડરી ગયા હતા અને નાસભાગ મચી ગઈ હતી. આ સ્થિતિ લગભગ પાંચ મિનિટ સુધી ચાલી હતી. આ પછી ટ્રેન રોકાઈ ગઈ.
સીપીઆરઓએ કહ્યું કે ઉચ્ચ અધિકારીઓ ટૂંક સમયમાં સ્થળ પર પહોંચે તેવી અપેક્ષા છે. જનરલ મેનેજર-નોર્થ વેસ્ટર્ન રેલ્વે અને અન્ય ઉચ્ચ અધિકારીઓ જયપુરમાં હેડક્વાર્ટર ખાતેના કંટ્રોલ રૂમમાંથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
જો કે ઘટનામાં સારી વાત એ છે કે કોઈ પણ યાત્રીની જાન ગઈ નથી,10 જેટલા લોકોને સામાન્ય માત્ર ઈજાો પહોંચી છે. નોર્થ વેસ્ટર્ન રેલવેના સીપીઆર અનુસાર, દુર્ઘટનાની જાણકારી મળતા જ જોધપુરથી એક રાહત ટ્રેનને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.
આ અકસ્માત વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે થયો હતો. બાંદ્રા ટર્મિનસથી જોધપુર જતી સૂર્યનગરી એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય પર ચાલી રહી હતી. અગમ્ય કારણોસર, પાલી જિલ્લાના રાજકીવાસ બોમાદ્રા સેક્શનમાં આવીને આ ટ્રેનના એન્જિન સહિત આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માત બાદ ટ્રેનમાં જોરદાર અવાજ આવ્યો હતો.