1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં આવતીકાલે ભારત-શ્રીલંકા વચ્ચે મેચ; શહેરના ક્યાં ક્યાં રૂટ થયા છે ડાયવર્ટ,અહીં જાણો
રાજકોટમાં આવતીકાલે ભારત-શ્રીલંકા વચ્ચે મેચ; શહેરના ક્યાં ક્યાં રૂટ થયા છે ડાયવર્ટ,અહીં જાણો

રાજકોટમાં આવતીકાલે ભારત-શ્રીલંકા વચ્ચે મેચ; શહેરના ક્યાં ક્યાં રૂટ થયા છે ડાયવર્ટ,અહીં જાણો

0
Social Share

રાજકોટ:રાજકોટમાં આવતીકાલે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ યોજાનાર છે.રાજકોટમાં T20 મેચ રમાનાર હોય સમગ્ર શહેર જાણે ક્રિકેટ ફિવરના રંગે રંગાઈ રંગાઈ ગયું છે.આ મેચ માટે ભારત અને શ્રીલંકાની ટીમ આજે રાજકોટ પહોંચી જશે અને આજે જ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ શરુ કરશે.બંને ટીમોને અલગ અલગ હોટલોમાં ઉતારો આપવામાં આવ્યો છે.બંને હોટલો દ્વારા ટીમોનું સ્વાગત ઉષ્માભેર કરવામાં આવશે.

ભારત તથા શ્રીલંકા વચ્ચે આંતરરાષ્ટ્રીય T-20 ક્રિકેટ મેચ પડધરી પોલીસ સ્ટેશનના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, ખંઢેરી સ્ટેડિયમ ખાતે યોજાનાર છે.મેચમાં આશરે ૩૦ હજાર પ્રેક્ષકો વાહન સાથે આવનાર છે.આ સ્ટેડિયમ રાજકોટ-જામનગર હાઇવે રોડ પર હોવાથી હાઈવે પર વાહનોનો ટ્રાફિક રહેતો હોઈ ક્રિકેટ મેચના દિવસ દરમિયાન ટ્રાફિકજામ નિવારવા માટે તા.07/01/2023 ના 16:૦૦ કલાકથી તા.08/01/2023 ના 1:૦૦ કલાક સુધી જામનગર થી રાજકોટ તરફ આવતા મોટા વાહનોને( ટ્રક,ટેન્કર, ટ્રેલર વગેરે ) પડધરી- મોવૈયા સર્કલથી ડાયવર્ઝન આપી, ટંકારા થઈ રાજકોટ તરફ આવશે અથવા પડધરી-નેકનામ- મીતાણા થઈ રાજકોટ તરફ ડાયવર્ઝન દ્વારા આવશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ,રાજકોટ શ્રી કે.બી.ઠક્કર દ્વારા હુકમ કરવામાં આવેલ છે.

SCA સ્ટેડિયમનું લોકાર્પણ વર્ષ 2013માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. 72 કરોડના ખર્ચે 29.48 એકર જગ્યામાં સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ સ્ટેડિયમમાં 25,000થી વધુની સીટિંગ કેપેસિટી છે. સાઉથ, વેસ્ટ અને ઇસ્ટ એમ ત્રણ સ્ટેન્ડમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આ ઉપરાંત કોર્પોરેટ હોસ્પિટાલિટી, પ્રેસિડન્ટ બોક્સ અને સેક્રેટરી બોક્સનો પણ સમાવેશ થાય છે.મેચ દરમિયાન મીડિયા તેમજ કોમેન્ટેટર પણ આ અંડાકાર પેવેલિયન બોક્સમાં બેસે છે. સંપૂર્ણ સ્ટેડિયમ રૂફટોપથી કવર કરવામાં આવ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code