1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનમાં મોંધવારીનો માર ,દિવસેને દિસવે કથળી રહી છે દેશની આર્થિક સ્થિતિ, ઘંઉના ભાવ આસમાને પહોંચ્યા
પાકિસ્તાનમાં મોંધવારીનો માર ,દિવસેને દિસવે કથળી રહી છે દેશની આર્થિક સ્થિતિ, ઘંઉના ભાવ આસમાને પહોંચ્યા

પાકિસ્તાનમાં મોંધવારીનો માર ,દિવસેને દિસવે કથળી રહી છે દેશની આર્થિક સ્થિતિ, ઘંઉના ભાવ આસમાને પહોંચ્યા

0
Social Share
  • પાકિસ્તાનમાં મોંધવારીનો માર
  • ઘઉંના ભાવ સાતમા આસમાને પહોંચ્યા
  • સસ્તા અનાજ માટે પડાપડી

દિલ્હીઃ- પાડોશી દેશ પાકિસ્તાન હાલ ખૂબ જ ખરાબ આર્થિક સ્થિતિનો સામનો કરી રહ્યો છે. પાકિસ્તાનમાં બેરોજગારી વધી રહી છે તો બીજી તરફ સબસીડિવાળું અનાજ પણ 4 ગણા ભાવે વેચાઈ રહ્યું છે એટલું જ નહી આ સાથે જ પાકિસ્તાનમાં લોકોની અનાજ લેવા માટે પડાપડી થઈ રહી છે  ત્યારે આ પડાપડીમાં 1 વ્યક્તિના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે પાકિસ્તાનમાં મોંઘવારી એટલી હદે વધી ગઈ છે કે ભૂખમરાની સ્થિતિ આવી ગઈ છે. લગભગ અડધા પાકિસ્તાની પરિવારોને ખાવાના ફાંફા પડી રહ્યા છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર, ઘઉંની કિંમત 5,000 રૂપિયા પ્રતિ મણને સ્પર્શવા સાથે, રાવલપિંડીના ઓપન માર્કેટમાં લોટનો ભાવ 150 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે.

આ સહીત પાકિસ્તાનના પંજાબ પ્રાંતના શહર શહેરમાં 15 કિલો ઘઉંની થેલી 2,250 રૂપિયામાં વેચાઈ રહી છે. તે જ સમયે, સબસિડીવાળા લોટના ભાવ, જેનાથી લોકોને રાહત મળી રહી હતી, તે પણ  ચાર ગણા ભાવે વેચાઈ રહ્યા છે. સબસિડીવાળા 25 કિલોના પેકેટ લોટની કિંમત પ્રતિ પેકેટ 3100 રૂપિયા થઈ ગઈ છે. પાકિસ્તાનમાં લોટના વધેલા ભાવને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. સિંધ પ્રાંતમાં સબસિડીવાળા લોટનું પેકેટ મેળવવાનો પ્રયાસ કરતી વખતે થયેલી ઝપાઝપી દરમિયાન એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

પાકિસ્તાન ફ્લોર મિલ્સ એસોસિએશન  અનુસાર, ઘઉંનો અધિકૃત ક્વોટા ઓછો હતો અને ખુલ્લા બજારમાં તે રૂ. 5,400 પ્રતિ મણના ભાવે વેચાઈ રહ્યો હતો. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર, રાવલપિંડીના બેકર્સ એસોસિએશને કહ્યું છે કે જો કિંમતોને નિયંત્રણમાં લાવવામાં નહીં આવે તો એસોસિએશનને લોટના ભાવમાં ફરીથી વધારો નોંધાઈ તો નવાઈની વાત નહી હોય.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code