1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં કેટલાક પૂર્વ MLA ક્વાટર્સ ખાલી કરતા નથી, હવે 15મી જાન્યુઆરી સુધીનો સમય અપાયો
ગાંધીનગરમાં કેટલાક પૂર્વ MLA ક્વાટર્સ ખાલી કરતા નથી, હવે 15મી જાન્યુઆરી સુધીનો સમય અપાયો

ગાંધીનગરમાં કેટલાક પૂર્વ MLA ક્વાટર્સ ખાલી કરતા નથી, હવે 15મી જાન્યુઆરી સુધીનો સમય અપાયો

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપએ પ્રચંડ જીત મેળવ્યા બાદ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નવી સરકાર રચાયાને દોઢ મહિના જેટલો સમય થયો છે. ગત ચૂંટણીમાં ભાજપએ ઘણા ધારાસભ્યને ટિકિટ આપી નહતી. જ્યારે કોંગ્રેસના પણ ઘણા ધારાસભ્યો પરાજીત થયા હતા. એટલે ઘણાબધા પૂર્વ ધારાસભ્યો ગાંધીનગરમાં ફાળવાયેલા સરકારી ક્વાટર્સ ખાલી કરતા નથી. એટલે પૂર્વ ધારાસભ્યોને 15મી જાન્યુઆરી સુધીમાં ક્વાટર્સ ખાલી કરવાની સુચના આપી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં નવી સરકારની રચના પછી પણ જૂના મંત્રીઓ બંગલા ખાલી કરતા નથી. તેવી જ સ્થિતિ એમએલએ ક્વાર્ટર્સમાં થઇ રહી છે. જૂના ધારાસભ્યોને 15 જાન્યુઆરી સુધીમાં ક્વાર્ટર્સ ખાલી કરવાનો સમય આપવામાં આવ્યો છે. નવા ધારાસભ્યોને પણ હવે ઉત્તરાયણ પછી જ એમએલએ ક્વાર્ટર્સનો કબજો મળે તેવી શક્યતા છે. 15મી વિધાનસભાની રચના થયાને દોઢક મહિનો થવા આવ્યો છે. ધારાસભ્યોની શપથવિધિ પુરી થઇ ગઇ છે, બે દિવસનું સત્ર પણ મળી ગયું છે. પરંતુ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને ગાંધીનગરમાં રહેવા ક્વાર્ટર્સ હજુ મળતા નથી. તેનું કારણ એ છે કે જૂના ધારાસભ્યો કે જેઓ ચૂંટણી હારી ગયા છે અથવા ટિકિટ મળી નથી તેઓ હજુ પણ ક્વાર્ટર્સ ખાલી કરતા નથી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત વિધાનસભા કાર્યાલય તરફથી ડિસેમ્બરમાં જ પૂર્વ ધારાસભ્યોને ક્વાર્ટર્સ ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી પરંતુ મોટાભાગના પૂર્વ ધારાસભ્યોએ ક્વાર્ટર્સ ખાલી કરવા માટે સમય માંગ્યો છે. જેથી નવા ધારાસભ્યોને ક્વાર્ટર્સની ફાળવણી અટકી છે. ગાંધીનગરના સેક્ટર-21માં આવેલા સદસ્ય નિવાસમાં પસંદગીનું ક્વાર્ટર્સ મેળવવા માટે પણ ધારાસભ્યો દ્વારા રીતસરનું લોબિંગ કરવામાં આવી રહ્યું છે. મોટાભાગના ધારાસભ્યોને ગ્રાઉન્ડ ફ્લોર પર જ ક્વાર્ટર્સ જોઇએ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code