
કોરોનાના XBB-1.5 વેરિયન્ટનો નવો કેસ જોવા મળ્યો,અત્યાર સુધીમાં આઠ સંક્રમિત આ સ્વરૂપની ચપેટમાં આવ્યા
દિલ્હી:ભારતમાં કોરોના વાયરસના XBB 1.5 સ્વરૂપનો નવો કેસ મળી આવ્યો છે.હવે દેશમાં વાયરસના આ પ્રકારને લગતા કુલ કેસની સંખ્યા આઠ થઈ ગઈ છે.કોરોના વાયરસના XBB 1.5 સ્વરૂપને કારણે અમેરિકામાં સંક્રમણના કેસોમાં વધારો જોવા મળ્યો છે.
ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ ઓર્ગેનાઈઝેશન (INSACOG) એ જણાવ્યું હતું કે,છેલ્લા 24 કલાકમાં ઉત્તરાખંડમાં સંબંધિત પ્રકારનો એક નવો કેસ જોવા મળ્યો હતો, જ્યારે અગાઉ XBB 1.5 વેરિયન્ટના ત્રણ કેસ ગુજરાતમાં અને એક-એક કેસ કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ તથા રાજસ્થાનમાંથી મળી આવ્યા હતા.
XBB.1.5 સ્વરૂપ ઓમીક્રોન XBB સ્વરૂપ સાથે સંબંધિત છે, જે ઓમીક્રોન BA.2.10.1 અને BA.2.75 ઉપ સ્વરૂપોનું પુનઃસંયોજન છે.સંયુક્ત રીતે, XBB અને XBB.1.5 યુએસમાં 44 ટકા ચેપ માટે જવાબદાર છે.
INSACOG ડેટાએ એ પણ જાહેર કર્યું છે કે BF.7 વેરિઅન્ટના નવ કેસ મળી આવ્યા છે, જે દેખીતી રીતે ચીનમાં COVID-19 લહેર માટે જવાબદાર છે.ઓમીક્રોન સબટાઈપ BF.7 ના ચાર કેસ પશ્ચિમ બંગાળમાં, ગુજરાત અને હરિયાણામાં બે-બે અને ઓડિશામાં એક કેસ નોંધાયા છે.